તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • Gandhidham કંડલા પોર્ટના 458 કરોડ રૂપિયા ગુડવીલના નામે સંસ્થામાં ફરે છે?

કંડલા પોર્ટના 458 કરોડ રૂપિયા ગુડવીલના નામે સંસ્થામાં ફરે છે?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટમાં કાયમી ચેરમેન ન હોવાને કારણે રગશીયો વહીવટ ચલાવાઇ રહ્યો છે. નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવતા નથી. જે લેવાય છે તેમાં પણ વિલંબ થઇ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી રહી છે. દરમિયાન કંડલા પોર્ટ ટ્રસ્ટની શુક્રવારે બોલાવવામાં આવેલી બેઠકમાં અનેકવિધ બાબતો બહાર આવી છે. કેગ દ્વારા કેપીટીના એન્યુઅલએકાઉન્ટન્ટમાં ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે, જેમાં કરાયેલી ટીપ્પણીમાં 458 કરોડ રૂપિયા જે તે સંસ્થાઓના ગુડવીલના નામે હજુ કેપીટીની તિજોરીમાં આવ્યા નથી તેવો ઘટસ્ફોટ થઇ રહ્યો હોવાની વિગત મળી રહી છે. આજની મીટિંગમાં અગાઉ ચકચારી બનેલા આરોગ્ય વિભાગના કિસ્સામાં પુરૂષ નર્સની પોર્ટની હોસ્પિટલમાં ભરતી કરવા સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.

કંડલા પોર્ટમાં મુંબઇ પોર્ટના ચેરમેન સંજય ભાટીયાને ચાર્જ આપવામાં આવ્યો છે. ચાર્જ આપવામાં આવ્યાની સાથે જ કંડલા પોર્ટમાં કેટલાય કમઠાણો પર અંદરોઅંદર ચાલી રહ્યા છે. એક પછી એક ખટપટોની સાથે જોઇએ તેવો વહીવટ થતો ન હોવાની ફરિયાદ પણ ઉઠી છે. ખુદ સંસદ સભ્ય વિનોદ ચાવડા દ્વારા કોંગ્રેસના આગેવાન રમેશ ગરવાએ કરેલી ફરિયાદની તપાસ માંગતા શાંત પાણીમાં ઘણા બધા છાંટા ઉડી રહ્યા છે. આવા વાતાવરણ વચ્ચે શુક્રવારે બોલાવવામાં આવેલી બોર્ડની મીટિંગમાં અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા બાદ મંજુરીની મહોર મારવામાં આવશે તેમ જણાય છે. દરમિયાન 2017-18ના દિન દયાળ પોર્ટના વાર્ષિક એકાઉન્ટન્ટમાં કેગ દ્વારા કેટલાક બાબતો પર નિર્દેશ કરીને માહિતી માગી છે. જેમાં પોર્ટ દ્વારા આપવામાં આવેલી કેટલીક માહિતીઓ પૈકી એક વાત એવી પણ આવી છે કે, 458 રૂપિયા જે તે પાર્ટીના વર્ષોથી બાકી બોલી રહ્યા છે. જે હકીકતે કંડલા પોર્ટની તિજોરીમાં આવવા જોઇએ પરંતુ તેની એકચ્યુલ પોજીશન સહિતના મુદ્દે કર્મચારીઓમાં હાલ અનેકવિધ તર્ક થઇ રહ્યા છે. એકાઉન્ટન્ટ સિસ્ટમ પર જોવામાં આવે તો કેટલીક ખામીઓ તેમાં ઉડીને આંખે વળગે તેવી છે, જેમાં કંડલા પોર્ટને આર્થિક નુકશાન પણ થતું હોય તેવું પ્રાથમિક તબક્કે જણાઇ રહ્યું છે.

ચેરમેને એચઓડી સાથે મિટીંગ કરી
વીડીયો કોન્ફરન્સ થકી કંડલા પોર્ટના સંબંધિત અધિકારીઓ સાથે સૂચના આપતા ચેરમેન સંજય ભાટીયાનું આજે બપોરે આગમન થયું હતું. મોડી રાત સુધી એઓ બિલ્ડીંગ ખાતેની કચેરીમાં ધમધમાટ ચાલુ રહેવા પામ્યો હતો. જે તે વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને રિવ્યુ મેળવ્યા હોવાની વિગત મળી રહી છે. જોકે, માંદગીની રજા મુકીને ગયેલા ડેપ્યુટી ચેરમેન આલોક સિંઘ મુદ્દત પુરી થયા પછી આવ્યા નથી અને કદાચ કાલે પણ હાજરી નહીં આપે તેવા સંકેત મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...