• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham શરીર પરના 15 તોલા સોનાને લૂંટવા ઓશિકાથી શ્વાસ ગોંધ્યો

શરીર પરના 15 તોલા સોનાને લૂંટવા ઓશિકાથી શ્વાસ ગોંધ્યો

Gandhidham - શરીર પરના 15 તોલા સોનાને લૂંટવા ઓશિકાથી શ્વાસ ગોંધ્યો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:26 AM IST
ગાંધીધામના ખોડીયાર નગરમાં થયેલી વ્રુદ્ધાના મોતની ઘટના લુંટ સાથે મર્ડરની હોવાની સ્પષ્ટ થતા તેની ગંભીરતા વધી જવા પામી હતી. મ્રુતકના પુત્રોએ આ અંગે હત્યાની ફરિયાદ નોંધાવીને તેમની માતાને દાગીના પહેરવાનો શોખ હોવાથી તેના પર કોઇએ નજર બગાડીને લુંટ ચલાવીને ઓશીકા વડૅ શ્વાસ ગોંધી હત્યા નિપજાવી હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે શંકાસ્પદ લોકોની પુછપરછ આરંભી રાઉંડઅપની કાર્યવાહિ શરુ કરી હતી.

ગત રવિવારે ગાંધીધામના ખોડીયાર નગરમાં રહેતી સુંદરદેવી ઘીસાજી રેગર (ઉ.વ.74) નો મ્રુતદેહની ઓરડીમાંથી મળી આવ્યો હતો. જેમનું પીએમ કરાવતા શ્વાસ રુંધાવાથી મોત નિપજ્યાનું સ્પષ્ટ થતા આ અકસ્માત મોત નહિ પરંતુ હત્યા હોવાનું સામે આવ્યુ હતુ. દરમ્યાન મ્રુતકના પુત્ર રાજેશભાઈ ઘીસાજી ચોરોટીયા (રેગર) એ એ ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો હતો. ફરીયાદમાં જણાવ્યા અનુસાર અજાણ્યા ઈસમોને રાત્રીના ભાગે ધસી આવી મ્રુતક સુંદરદેવીને ઓશીકા વડે ગુંગળાવીને હત્યા નિપજાવી દઈ, તેમણે પહેરી રાખેલા કે રુમમાં રહેલા સોનાની અંગુઠી, કંદોરો, ઘુમર, પાયલ, કંઠી, ટીકો સહિતના અંદાજે 3.50 લાખના ઘરેણાની લુંટ ચલાવી હતી. પોલીસે પહેલાજ ઘટનામાં જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરી હતી ત્યારે પીઆઈ ભાવીનભાઈ સુથારે જણાવ્યુ હતુ કે અમે સંભવીત શંકાસ્પદ ઈસમોની પુછપરછ અને કોઇ ઓળખીતા વ્યક્તિની નજર બગડી હોય તેવી સંભાવનાના આધારે તપાસ આદરીને આરોપીઓને પકડવા સંભવીત દરેક દિશામાં કાર્યવાહિ આરંભી છે.

એકલવાયુ જીવન ગાળતી હતી વૃદ્ધા

તપાસમાં બહાર આવ્યુ હતુ એકલવાયુ જીવન જીવતા વ્રુદ્ધાએ ખોડીયાર નગરમાં આઠ થી દસ ઓરડીઓ ધરાવતા હતા અને તે તમામ ભાડૅ આપેલી હતી. તેવો ઘરેણા પહેરવાનો શોખ ધરાવતા હોવાથી હંમેશા 13 થી 15 તોલા જેટલા દાગીના પહેરી રાખતા હતા. પ્રાથમીક તપાસમાં ઓળખીતા શખસો દ્વારાજ આ ક્રુત્ય આચરાયુ હોવાનું પ્રતિત થઈ રહ્યુ છે ત્યારે પોલીસ તમામ સંભાવનાઓ વિશે તપાસ આદરી છે.

X
Gandhidham - શરીર પરના 15 તોલા સોનાને લૂંટવા ઓશિકાથી શ્વાસ ગોંધ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી