તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • Gandhidham બે કિશોરોએ સગીરાને બાથરૂમમાં લઇ જઇ બળજબરીથી દુષ્કર્મ આચર્યું

બે કિશોરોએ સગીરાને બાથરૂમમાં લઇ જઇ બળજબરીથી દુષ્કર્મ આચર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ ખાતે આવેલા આર્ય સમાજ સંચાલિત જીવનપ્રભાત આશ્રમમાં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા પર આ જ આશ્રમમાં રહી અભ્યાસ કરતા બે કીશોરોએ ઓગષ્ટ માસમાં જબરજસ્તી કરી બાથરૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોવાના બનાવનો ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઓ હીરેનભાઇ રાવલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, 15 ઓગષ્ટના બે ત્રણ દિવસ બાદ આર્ય સમાજ સંચાલિત જીવન પ્રભાત આશ્રમ ખાતે 16 વર્ષીય સગીરાને આ જ આશ્રમના બે કિશોરોએ ભોગ બનનારનું મોઢા પર આડો હાથ રાખી તેને ઢસડી આશ્રમના બાથરૂમમાં લઇ જઇ અને બન્ને કીશોરોએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ બી-ડીવિજન પોલીસ મથકે નોંધાતાં આ બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. ઉલ્લેખનીય છે કે, સંકુલમાં દુષ્કર્મના બનાવ છેલ્લા કેટલાક દિવસોમાં ચિંતાજનક રીતે વધી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...