Home » Kutchh » Gandhidham » Gandhidham - અંજારમાં બે સ્થળોએ 2.88 લાખની ચોરી

અંજારમાં બે સ્થળોએ 2.88 લાખની ચોરી

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:25 AM

અંજાર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.ડી.ઝીલરિયા ના જણાવ્યા પ્રમાણે તા.08/09 થી તા.09/09 સુધીમાં અંજાર શહેરના વિજય નગર...

  • Gandhidham - અંજારમાં બે સ્થળોએ 2.88 લાખની ચોરી
    અંજાર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.ડી.ઝીલરિયા ના જણાવ્યા પ્રમાણે તા.08/09 થી તા.09/09 સુધીમાં અંજાર શહેરના વિજય નગર વિસ્તારમાં રહેતા હિતેષ મગનભાઇ પટેલ બહાર ગામ ગયાં હતા ત્યારે મંગળસૂત્ર,હાર,પેન્ડલ એમ નવ તોલાના રૂ.135000 ના દાગીના તેમજ રોકડ રૂ.10000 મળી કુલ 145000 ની ચોરીની ફરિયાદ નોંધાવી છે તેમજ સહજાનંદ પાર્કમાં રહેતા નિલેશ રમેશભાઇ બાંભણિયાના બંધ મકાનનું તાળું તોડી કબાટમાંથી મંગળસૂત્ર,હાર, કાન ની બુટ્ટી એમ સવા છ તોલાના રૂ.93750 દાગીના તેમજ રૂ.50000 રોકડ મળી કુલ રૂ.143750 ની ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયેલ છે તો આ અંગે પોલીસે ચક્રો ગતિમાન કરી તપાસ ચાલુ કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ