તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ ન હટે તો સીઆરપીસીની કલમ હેઠળ કાર્યવાહી થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકા દ્વારા દબાણ દુર કરવા માટે અગાઉ તૈયારી કરવામાં આવી હતી. રામબાગ રોડ પર 100 થી વધુને નોટીસ પણ અપાઇ હતી. પાલિકાની તૈયારી જોતા મોટાપાયા પર દબાણ હટાવવામાં આવશે અને ટ્રાફીકની સમસ્યા ઉકેલાશે તેવો આભાસ ઉભો થયો હતો. ત્યારપછી પાલિકા ઉપર કોઇ પ્રેશર આવતા આ કાર્યવાહી પડતી મુકવાની ફરજ પડી હતી. એક એડવોકેટ દ્વારા એસ.પી. અને પાલિકાને નોટીસ આપી જાહેર ન્યુસન્સ સંદર્ભે પગલા ભરવામાં ન આવે તો કલમ 133 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પત્ર પાઠવવામાં આવતા દોડધામ મચી ગઇ છે.

એડવોકેટ એન.જે.તોલાણીએ તાજેતરમાં એસ.પી., પાલીકાના ચીફ ઓફીસર, એ ડીવીઝન પી.આઇ.ને નોટીસ પાઠવીને જણાવ્યું છે કે શહેરમાં ટ્રાફીકને અડચણ થતા ગેરકાયદેસર દબાણ અને અન્ય દબાણો હટાવવાની જવાબદારી ટ્રાફીક પોલીસ અને એસપીની થાય છે. દુકાણદારો દ્વારા ખાસ કરીને મુખ્ય બજારમાં એસ, એનલાઇન, વચલી બજારના દુકાનદારો દ્વારા ગેરકાયદેસર રીતે કાયમી રીતે દબાણ કરાયું છે. એસપીઅે આ દબાણ દુર કરવા માટે કોઇ કાર્યવાહી કરી નથી. દુકાનદારો દ્વારા કરવામાં આવેલા દબાણોથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોઇ જાહેર ન્યુસન્સની પરીસ્થિતિ પેદા થઇ છે. આ ન્યુસન્સ દુર કરવાની જવાબદારી પોલીસ અને પાલિકાની છે. લોકોને અવરજવર કરવી મુશ્કેલ પડી રહી છે. તાકીદે આ દબાણ દુર કરવામાં આવે, 7 દિવસમાં કાર્યવાહી કરવામાં ન આવે તો જાહેર ઉપદ્રવ/ જાહેર ન્યુસન્સ દુર કરવા સીઆરપીસીની કલમ 133 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં જાહેર હીતની અરજી દાખલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...