ઔધોગિક સુરક્ષા કચેરી બદલાયા બાદ દસ્તાવેજો રઝળી રહ્યા છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુર ખાતે અંતરીયાળ વિસ્તારમાં બેસતી ઈન્ડસ્ટ્રીઅલ સેફ્ટી કચેરીને બાજુમાંજ નવનિર્માણ થયેલી ઈમારતના બીજા માળે બદલાવવામાં આવી છે. પરંતુ જુની ઓફિસમાં રહેલા મહત્વપુર્ણ દસ્તાવેજોને નવી ઓફિસમાં લઈ જવાની તસ્દી લેવાઈ નથી અને તે રઝળતા થઈ રહ્યા છે.

ગાંધીધામ સંકુલને ઔધોગિક ગતીવીધીઓનું એપીસેન્ટર કહેવાય છે ત્યારે આદિપુરમાં અંતરીયાળ વિસ્તારમાં બેસતી ઈન્ડસ્ટ્રીઝ સેફ્ટી અને હેલ્થ વિભાગની કચેરી પહેલા ગાયના તબેલા પાસે બનાવેલી ઓરડીમાંથી સંચાલીત થતી હતી. જે તેજ સ્થળે બનાવાયેલી ખાનગી બીલ્ડીંગના બીજા માળે હવે ટ્રાન્સફર કરવામાં આવી છે. જેને સમય થઈ ગયા બાદ પણ જુની ઓફિસમાં પડૅલા મહત્વપુર્ણ દસ્તાવેજો અને ફાઈલને નવી ઓફિસમાં ન લાવી જુની ઓફિસને ખુલ્લી રાખીને રઝળતા મુકિ દેવાયા છે. જેને કોઇ પણ શખસ જઈને ઉઠાવી શકે છે. આ અંગે ડેપ્યુટી ડાયરેક્ટર ભારત ભારતીનો સંપર્ક સાધતા તેમણે દસ્તાવેજોનું શોર્ટીંગ કરવાનું બાકિ હોવાનું અને તેમને ટ્રાન્સફર કરવાના બાકિ હોવાનુંજ જણાવ્યુ હતુ.

યોગ્ય જાળવણીને અભાવે રઝળતા દસ્તાવેજો
અન્ય સમાચારો પણ છે...