ગાંધીધામમાં રૂ.30 હજારની ચોરાઉ 6 બેટરી સાથે એક પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના જીઆઇડીસી વિસ્તારમાં ઝુંપડામાંથી 30000ની 6 ચોરાઉ બેટરી સાથે એક શખસને પોલીસે પકડી લીધો હતો. આ બાબતે પીઆઇ રાણાએ જણાવ્યું હતું કે, મળેલી બાતમી મુજબ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મેલડી માતાજીના મંદીર સામે ઝુંપડામાં રહેતા 59 વર્ષીય રતનભાઇ ઉર્ફે રતુ ગાગજીભાઇ દેવીપુજકના ઝુંપડામાંથી કાળા કલરની રૂ.30,000 ની કિંમતની 6 બેટરીઓ મળી આવતાં સીઆરપીસી મુજબ મુદ્દામાલ કબજે કર્યો છે અને રતુભાઇની સીઆરપીસીની કલમ -41 (1) ડી મુજબ અટક કરી હતી.

આ કામગીરીમાં પીઆઇ સાથે એએસઆઇ પુનમભાઇ મહેશ્વરી, હેડકોન્સ્ટેબલ રામદેવસિંહ ઝાલા, કિશનભાઇ વાઢેર, અંકિત ચૌધરી, કોન્સ્ટેબલ રાજદીપસિંહ ઝાલા, માલદે વાળા, રાજા હીરાગર તથા રવિરાજ પરમાર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...