Home » Kutchh » Gandhidham » Gandhidham - લાકડિયામાં ગાયને કુહાડી મારનાર પકડાયો

લાકડિયામાં ગાયને કુહાડી મારનાર પકડાયો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:21 AM

Gandhidham News - ભચાઉ તાલુકાના લાકડીયા ગામ ખાતે ગાયને કુહાડી મારનાર શખસને લાકડીયા પોલીસે પકડી તેના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ...

  • Gandhidham - લાકડિયામાં ગાયને કુહાડી મારનાર પકડાયો
    ભચાઉ તાલુકાના લાકડીયા ગામ ખાતે ગાયને કુહાડી મારનાર શખસને લાકડીયા પોલીસે પકડી તેના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

    આ બાબતે લાકડીયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, બે દીવસ પહેલાં લાકડીયા ગામ ખાતે હથીયારના ઘા થી ઇજાગ્રસ્ત ગાય દેખાતા઼ આ બાબતે જીવદયાપ્રેમીઓની લાગણી દુભાઇ હતી અને તાત્કાલીક આ કૃત્ય કરનાર આરોપીને પકડી લેવા પોલીસને રજુઆત કરાઇ હતી તે સંદર્ભે લાકડિયા પીએસઆઇ જાડેજા અને તેમની ટીમે લાકડીયાના પગીવાસમાં રહેતા મનસુખ અચુ કોલીને પકડી લીધો હતો અને તેણે કબુલાત આપી હતી કે તેણે ગાયના પગ પર કુહાડી મારી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ