• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham - રાપર સરકારી જમીનનો મુદ્દો પહોંચ્યો દિલ્હી

રાપર સરકારી જમીનનો મુદ્દો પહોંચ્યો દિલ્હી

સરકારે ફાળવેલા પ્લોટ પર પાલિકાએ કરેલા દબાણની અને રાપર પીઆઇએ મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:21 AM
Gandhidham - રાપર સરકારી જમીનનો મુદ્દો પહોંચ્યો દિલ્હી
રાપરના પીઆઇએ મારી નાખવાની ધમકીને લઇ પરિવાર સહીત ગુજરાત છોડી ગયેલા વકીલે રાપર પાલીકાના જવાબદારો અને પીઆઇ વિરૂધ્ધ દિલ્હી ખાતે રાષ્ટ્રીય માનવ અધીકાર આયોગની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી સુપ્રીમ કોર્ટ સમકક્ષ ગણાતી માનવ અધીકાર કોર્ટમાં દાખલ કરતાં મામલો દિલ્હી પહોંચ્યો છે.

રાપરના સેલારી નાકા પાસે રહેતા વકીલ હરેશકુમાર નામેરીભાઇ રાઠોડના દાદાને સરકારે ફાળવેલા પ્લોટમાં રાપર નગરપાલીકાના સત્તાધીશોએ દબાણ કર્યા બાદ દુકાનો બનાવી વેચી મારવાની પેરવી કરતાં આ મુદ્દે આત્મવીલોપનની ધમકી આપનાર હરેશકુમારને રાપર પોલીસે બળજબરી પુર્વક ધરપકડ કરી હતી ત્યાર બાદ આ વકીલે પીઆઇએ તેને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધામી આપી હોવાનું જણાવી ગુજરાત છોડી ચાલ્યા ગયા હતા.

વકીલ હરેશકુમારે રાષ્ટ્રીય માનવ અધીકાર આયોગમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાપર પાલીકાએ સરાકારે દાદાને ફાળવેલા પ્લોટ પર પાલીકાના જવાબદારોએ દબાણ કરી દુકાનો બનાવી વેંચી મારવાની પેરવી કરતાં આ બાબતે મેં પાલીકાના જવાબદારો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરી હતી પરંતુ નગરપાલીકાના જવાબદારોના કહેવાથી રાપર પીઆઇ રાયધન રાઠોડે મારી ખોટી રીતે ધરપકડ કરી માં- બહેન સામે ભુંડી ગાળો આપી જાતિ અપમાનિત કરી માર માર્યો હતો અને વધુ માર મારવાની અને ગામમાં સરઘસ કાઢવાની તજવીજ કરતાં ત્યાંથી છટકી કોર્ટમાં સ્વરક્ષણ માટે ભાગી ગયો હતો પોલીસે ત્યા઼થી પણ મને બળજબરીપુર્વક પકડી બહારના ત્રણ માણસો બોલાવી માર મરાવ્યો હતો અને આંખો ફોડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો અને 10 કોરા કાગળોમાં મારી સહી કરાવી હતી.

મને મળવા આવેલા મારા પરિવારના નાના બાળકો સહીતને જેમતેમ ગાળો બોલી પરિવારને જાનથી મારી નાખવાના અથવા અસામાજીક તત્વોના હાથે મરાવી નાખવાના સમ ખાધા હોવાથી મારા ભાઇએ કોર્ટમાં અરજી કરતાં પ્રોટેક્શન આપવાનો આદેશ મળ્યો હતો ત્યારે પીઆઇ રાયધન રાઠોડે તું કોર્ટમાં મારા વિરૂધ્ધ કેસ કરીશ તો રીવલ્વરનો ઉપયોગ તારા ઉપર જ કરીશ તેવી ધમકી આપતાં, આ પીઆઇએ આપેલી ધમકીને કારણે મારા બાળકોના સ્કુલ સર્ટિફીકેટ કઢાવી પરિવાર સહીત ગુજરાત છોડી દધું છે ત્યારે દબાણ કરનાર રાપર પાલીકાના જવાબદારો તેમજ અસ્થિર માનસિકતા ધરાવતા પીઆઇ રાડોડ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

પાલીકા અને પીઆઇ વિરૂધ્ધ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ

X
Gandhidham - રાપર સરકારી જમીનનો મુદ્દો પહોંચ્યો દિલ્હી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App