Divya Bhaskar

Home » Kutchh » Gandhidham » Gandhidham - સામખીયાળીમાં બે મહિલા સહિત 3 જુગારી પકડાયા

સામખીયાળીમાં બે મહિલા સહિત 3 જુગારી પકડાયા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:21 AM

સામખિયાળી ખાતે જુગાર રમી રહેલા બે મહીલા સહિત ત્રણ ખેલીઓને પોલીસે રૂ..7,780 રોકડ સાથે પકડી પાડ્યા હતા. આ બાબતે પ્રાપ્ત...

  • Gandhidham - સામખીયાળીમાં બે મહિલા સહિત 3 જુગારી પકડાયા
    સામખિયાળી ખાતે જુગાર રમી રહેલા બે મહીલા સહિત ત્રણ ખેલીઓને પોલીસે રૂ..7,780 રોકડ સાથે પકડી પાડ્યા હતા. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, સીનિયર પીએસઆઇ રેખાબેન સીસોદિયાની આગેવાની હેઠળ સામખીયાળી પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે શાંતિધામ વિસ્તારમાં દરોડો પાડતાં પત્તા વડે જુગાર રમી રહેલા ભાવેશ બાબુલાલ સાંખોલ (મારાજ ), લક્ષ્મીબેન વેલાભાઇ મેરીયા અને વરજુબેન અજાભાઇ ચૌહાણને રૂ.7,780 રોકડ રકમ સાથે પકડી તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.



ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending