તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબડાના 19 વર્ષીય યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના બસ સ્ટેશનના આઉટ ગેટ સામે શનિવારે થયેલા કાર અકસ્માતમાં 16 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે મોત નિપજ્યા બાદ અતિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા તેના 19 વર્ષીય મિત્રએ પણ સારવાર દરમીયાન દમ તોડતાં મૃત્યુ આંક બે ઉપર પહોંચ્યો છે.

શનિવારે સાંજે પોતાના કબજાની ઇનોવા કારમાં પુરપાટ જઇ રહેલા અંજારના દબડાના 16 વર્ષીય દિપ જગદિશભાઇ હડીયા અને કલ્પેશ ઇશ્વરભાઇ બારોટ કારની ઝડપ વધુ હતી છતાં સામે આવી ગયેલા વરસાદી પાણીથી ભરાયેલા ખાડાને બચાવવા જતાં કંટ્રોલ ગુમાવ્યો હતો અને આગળ ઉભેલા ટેન્કરમાં ધડાકાભેર અથડાવી દીધી હતી જેમાં અંજારના અગ્રણી ટ્રાન્સપોર્ટરના 16 વર્ષીય પુત્ર દીપ જગદિશભાઇ હડીયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું તો તેની સાથે રહેલા દબડાના જ કલ્પેશ ઇશ્વરભાઇ બારોટને અતિ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં 108 ઇમરજન્સી સેવા મારફત ભુજની ખાનગી હોસ્પીટલ સારવાર માટે લઇ જવાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

આ બનાવમાં તપાસ ચલાવી રહેલા એ-ડિવિઝન પોલીસ મથકના દિવ્યેશ બારોટે વિગતો આપતાં જણાવ્યું હતું કે સારવાર દરમિયાન સવારે કલ્પેશે પણ દમ તોડ્યો હતો. કલ્પેશે દમ તોડતાં આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ આંક બે થયો છે. બે પરિવારોએ આશાસ્પદ પુત્રો ગુમાવ્યા છે ત્યારે બન્ને પરીવારો તેમજ સબંધીઓ અને ગામલોકોમાં પણ શોકનો માહોલ છવાયો છે.

હાલ પોલીસે બેદરકારી પુર્વક કાર ચલાવવાનો ગુનો કાર ચાલક વિરૂધ્ધ નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...