• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham - એક્ટિવા પર જતા પિતા, પુત્રીને કારે અડફેટે લીધા

એક્ટિવા પર જતા પિતા, પુત્રીને કારે અડફેટે લીધા

આદિપુરથી ગાંધીધામ જતા હાઇવે ટાગોર રોડ પર આદીપુર નજીક ફરી ગતિ મર્યાદા ન જળવાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:21 AM
Gandhidham - એક્ટિવા પર જતા પિતા, પુત્રીને કારે અડફેટે લીધા
આદિપુરથી ગાંધીધામ જતા હાઇવે ટાગોર રોડ પર આદીપુર નજીક ફરી ગતિ મર્યાદા ન જળવાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવા પર જઇ રહેલા પિતા-પુત્રીને પુરપાટ જઇ રહેલા ઇનોવા ચાલકે અડફેટે લીધા હતા , જો કે સદ્દભાગ્યે જાનહાની ટળી હતી પરંતુ પિતાને ફ્રેક્ચર સહિતની ઇજાઓ તેમજ પુત્રીને છોલછાંભ જેવી ઇજાઓ પહોંચી હતી.

પીએસઓ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આદીપુરમાં સર્વે નંબર 94 માં આવેલી સિધ્ધેશ્વર પાર્ક સોસાયટીના મકાન નંબર 163માં રહેતા વિજય ઉર્ફે કનૈયા લક્ષ્મણદાસ દામાએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, શનિવારે સવારે પુત્રીને એક્ટિવા પર સ્કુલ મુકવા જઇ રહ્યો હતો ત્યારે પુરપાટ જઇ રહેલી જીજે-12-બીઆર-9279 નંબરની ઇનોવા કાર ચાલકે ટક્કર મારી હતી જેમાં ફંગોળાઇને રોડ પર પડતાં વિજયભાઇને ફ્રેક્ચર સહીતની ઇજાઓ તેમજ તેમની પુત્રીને છોલછાંભ જેવી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પીટલમાં ખસેડાયા હતા. અકસ્માત સર્જનાર અકસ્માતને અંજામ આપી નાસી ગયો હતો.

X
Gandhidham - એક્ટિવા પર જતા પિતા, પુત્રીને કારે અડફેટે લીધા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App