તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘હેલ્લો, અવાજ આવે છે?\' સંકુલમાં નેટવર્કના ડખ્ખા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક તરફ જ્યાં સરકાર ડીઝીટલ ઈન્ડીયાનો નારો બુલંદ કરી રહી છે ત્યારે ધરાતલ પર સ્થીતીઓ અલગજ ચીત્ર પ્રસ્તુત કરી રહિ છે. ગાંધીધામ સંકુલમાં દરેક નેટ્વર્ક પર હાલ એવી સ્થીતી સર્જાઈ છે કે દરેક વ્યક્તિ \\\'અવાજ આવે છે?\\\' ની બુમો પાડતો સંભળાઈ રહ્યો છે. આ અંગે નામ ન દેવાની શરતે નેટર્વકીંગ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીએ આ સ્થીતી હજુ થોડો વધુ સમય રહેશે તેમ જણાવ્યુ હતુ.

ગાંધીધામ સંકુલમાં અગાઉ બે મહિના સુધી બીએસએનએલ નેટવર્કથી પરેશાન થયેલા નાગરીકો હવે દરેક નેટવર્કથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. અવાજ ન આવવો, ચાલુ કોલએ અચાનક કોલ ડીસક્નેક્ટ થઈ જવો, ડ્રોપ થવો અને ઈન્ટરનેટ ન ચાલવા જેવી સમસ્યાઓ દરેક વ્યક્તિ અનુભવી રહ્યો છે ત્યારે આ માટેની સંકુલના લોકોની રાવ સોશ્યલ મીડીયા સાથે દરેક ક્ષેત્રે નજરે ચડી રહિ છે. સુત્રોનું કહેવુ છે કે તાજેતરમાં કટ થયેલી લાઈન, વધતા મોબાઈલ અને ટાવરોની સંખ્યા સહિતના ફેક્ટરો આ સમસ્યા માટે કારણભુત છે ત્યારે અચાનક નેટવર્કની કથેળેલી સ્થીતી અંગે કોઇ ઉપાય લવાય તેવી લાગણી નાગરીકો વ્યક્ત કરી રહ્યા છે. અહીં નોંધવું રહ્યું કે, શહેરના ગુરૂકુળ વિસ્તારમાં નવા બનેલા માર્ગો પર ખોદકામ કરીને ખાનગી કંપનીઓએ રોડ તોડી નાખ્યાની રાવ ઉઠવા પામી હતી. તે વચ્ચે બીએસએનએલના નેટવર્કની ફરિયાદો પણ વારંવાર ઉઠી રહી છે. જેનું સમાધાન કરવામાં તંત્ર નિષ્ફળ સાબીત થતું પ્રતિત થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...