તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુતરાઓનો વધતો આતંક, 3ને બચકા ભર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના કેટલાક વિસ્તારોમાં બેકાબુ થયેલા શ્વાન દ્વારા બચકા ભરવાની ઘટનાઓમાં છેલ્લા બે સપ્તાહમાં વધવા પામી છે. જીઆઈડીસી, ભારતનગરના કેટલાક નિશ્ચીત વિસ્તારોમાં શ્વાન દ્વારા બટકા ભર્યાની ત્રણ ઘટનાઓ સામે આવી હતી. તો અગાઉ મહિનામાં પાંચથી વધુ લોકોને બટકા ભર્યાનું સ્થાનીકો જણાવી રહ્યા છે. અહિ નોંધવુ રહ્યુ કે અગાઉ આદિપુરમાં હડકાયા થયેલા શ્વાને આઠ લોકોને બચકા ભર્યા છતા તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં આવ્યા નહતા. આ માટૅ ગાંધીધામ પાલીકા પાસે કોઇ વ્યવસ્થાજ ન હોવાનું ત્યારે સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...