પડાણા લૂંટ કેસમાં 6ની અટક

પોલીસે ધાડના બનાવનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલ્યો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:21 AM
Gandhidham - પડાણા લૂંટ કેસમાં 6ની અટક
ગાંધીધામના પડાણા નજીક હાઇવે પર ટ્રેઇલર ચાલકને છરી મારી રૂ.5,500 ની લૂટ કરનાર છ આરોપીઓને પકડી લઇ ધાડના બનાવનો ભેદ બી-ડીવિઝન પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી લીધો હતો.

આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ડી.વી.રાણાએ વીગતો આપતાં જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે આરજે-13-જીએ-9647 નંબરના ટ્રેઇલર ચાલકને રિક્ષામાં આવેલા છ શખસોએ છરી મારી રૂ.5,500 ની લુંટ ચલાવી ધાડના બનાવને અંજામ આપ્યો હોવાની ઘટના બાદ અલગ-અલગ ટીમો બનાવી વોચમાં હતા ત્યારે કાર્ગો મચ્છી માર્કેટ પાછળ રહેતા 20 વર્ષીય હસન ગની ઝેયડા, સેકટર 6 , ગણેશનગરમા઼ રહેતા 24 વર્ષીય દિનેશ ખીમજીભાઇ ડુંગરીયા, કાયદાના સંઘર્ષમા઼ આવેલા ત્રણ બાળકો ને આગવી ઢબે પુછ પરછ કરતાં તેઓએ આ લૂટ અને ધાડનો ગુનો કર્યો હોવાની કબુલાત આપતાં તેમની પાસેથી રોકડા રૂ.4,100 અને આ ગુનામાં વપરાયેલી જીજે-12-બીટી-1692 નંબરની રિક્ષા કબજે કરી પાંચની અટક કરવામાં આવી હતી તો કંડલામાં રહેતો રફીક ઉર્ફે માટલો દાઉદ બાપડા નાસી ગયો હતો. કામગીરીમાં પીઆઇ સાથે પીએસઆઇ ટી.એચ.પરમાર, એએસઆઇ પુનમ મહેશ્વરી, રામદેવસિંહ ઝાલા, કીશન વાઢેર, અંકિત ચૌધરી, ગલાલભાઇ પારગી સહિતની ટીમ જોડાઇ હતી.

X
Gandhidham - પડાણા લૂંટ કેસમાં 6ની અટક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App