• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham - બાળકના કબ્જા અંગે પિતાને પણ હક્ક:કોર્ટ

બાળકના કબ્જા અંગે પિતાને પણ હક્ક:કોર્ટ

કાયદાનો દુર ઉપયોગ કરતી મહિલાઓ વિરૂધ્ધ ધાક બેસાડતો ચુકાદો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:21 AM
Gandhidham - બાળકના કબ્જા અંગે પિતાને પણ હક્ક:કોર્ટ
પિતા પાસે રહેલા બાળકના કબ્જા માટે માતાની સર્ચ વોરંટની માંગણી રદ

ક્રાઇમ રિપોર્ટર. ગાંધીધામ

ગાંધીધામની એક મહિલાએ પોતાના પતિ પાસેથી બાળકનો કબ્જો લેવા ફોજદારી કોર્ટમાં અરજી કરી હતી,આ કેસમાં મેજીસ્ટ્રેટે અરજદારને ચુકાદો આપી માતા જેટલો જ પિતાને પણ બાળકનો કબ્જો રાખવાનો હક્ક હોવાનું ઠરાવી મહિલાની અરજી રદ કરીને સમાજીક સ્તરે ચાલતા વિવાદોમાં નોંધપાત્ર ચુકાદો આપ્યો હતો.

આ બનાવની વિગત આપતાં વકીલ અજમલ સોલંકી એ જણાવ્યું હતું કે, સપના નગરમાં રહેતા સીમાબેન મહેશ્વરી 6 મહિના પહેલા કિડાણા સોસાયટીમાં પોતાના પતિ જેઠાભાઇ મહેશ્વરી સાથે રહેતા હતા, બન્ને વચ્ચે તકરાર થતાં તેણી બે સંતાનો પૈકી પુત્રીને લઇ પીયર ચાલ્યા ગયા હતા,જયારે સગીર પુત્રને લઇ પિતા જેઠાભાઇ દુધઇ ગામે પોતાના પિતાના ઘરે ચાલ્યા ગયાં હતાં. બાદમાં સીમાબેને પુત્ર મીતનો કબ્જો લેવા ગાંધીધામ ફોજદારી કોર્ટમાં સર્ચ વોરંટ માટે અરજી દાખલ કરી હતી. તે અરજીની તેમના પતિને નોટીસ મળતાં તેમના વકીલે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રિમકોર્ટના ચુકાદાઓ ટાંકીને મેજીસ્ટ્રેટ સમક્ષ રજુઆત કરી હતી.સામે પક્ષ ના વકિલની રજુઆતો અને દલીલો સાંભળ્યા બાદ કોર્ટના અધિક મેજીસ્ટ્રેટ એસ.આર.ગર્ગે ફોજદારી સંહિતાની કલમ-97 મુજબ બાળકનો કબ્જો પિતા પાસે હોય તે ગેરકાયદેસર અટકાયત કે બળજબરીથી ગોંધી રાખેલ હોવાનું ગણાય નહી,માતા જેટલો પિતાને પણ બાળકનો કબ્જો રાખવાનો હક્ક હોવાનું ઠરાવી અરજદાર મહિલાની અરજી રદ ફરમાવી, બાળકના કબ્જા માટે કાયદાનો દુરુપયોગ કરતી મહિલાઓ સામે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.

X
Gandhidham - બાળકના કબ્જા અંગે પિતાને પણ હક્ક:કોર્ટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App