તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

9 વર્ષના માસૂમ બાળકને લાકડી ફટકારી, દાદાને પણ માર મરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંકુલના ગળપાદરના નવાવાસમાં રહેતા નવ વર્ષના માસૂમ બાળક અને તેના દાદાને પડોશી દંપતિએ ઘર પરથી પસાર થઇ રહેલા કેબલના વાયરની બાબતે રોષે ભરાઇ માર માર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે.

ગળપાદરના નવાવાસમાં રહેતા ૬૦ વર્ષીય ગોપાલભાઇ મુરાભાઇ કાંટેચાની ફરિયાદને ટાંકી એ-ડિવિઝન પોલીસ મથકનાસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પોતે મોટા પુત્ર વાજાભાઇ સાથે રહેછે અને વાજાભાઇ, તેમના પત્ની અને તેમનો મોટો પુત્ર મજુરી કામે ગયા હતા અને બે પુત્રીઓ શાળાએ ગઇ હતી તે દરમિયાન નવ વર્ષના પૌત્ર રોનકને એકલો મુકી સવારે ૧૧ વાગ્યાના આરસામાં પાનના ગલ્લે ગુટખા લેવા ગયા હતા તે દરમિયાન પડોશમાં રહેતા આશાબેન નવીન રાઠોડે નવ વર્ષના રોનકને લાકડી ફટકારતાં ડાબા હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી, તો ઘરે આવીને રોનકની આ હાલત જોઇને તેને પુછતાં બાજુવાળા આશાબેને માર્યું હોવાનું જણાવતાં તેને સમજાવવા ગયો તો આશાબેન તથા તેના પતિ નવીન કેશા રાઠોડે મને પણ માર મારી ઇજાઓ પહોંચાડી હતી. હાલ દાદા અને પૌત્ર બન્નેઐજાર ખાતેુ ખાનગીહોસ્પીટલસારવાર લઇ રહ્યા છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...