• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham - સરકારી રાહે ખાલી કરાવો તો વાંધો નથી પણ ભુમાફીયાઓ તો નહિ ચાલે!

સરકારી રાહે ખાલી કરાવો તો વાંધો નથી પણ ભુમાફીયાઓ તો નહિ ચાલે!

માલધારી સમાજમાં રોષ, સતાપક્ષના આગેવાનો સામે આક્ષેપ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:21 AM
Gandhidham - સરકારી રાહે ખાલી કરાવો તો વાંધો નથી પણ ભુમાફીયાઓ તો નહિ ચાલે!
અંજાર થી ભૂજ તરફ જતાં હાઇવે પર આવેલા રબારી સમાજના પશુ પાલકોના વર્ષો જુના વાડાઓની જમીનોના ભાવ અચાનક આસમાને જતા ભૂ-માફિયાઓ દ્વારા માલધારીઓને પોલિસતંત્રની અને પોતે રાજકિય આગેવાનો છે તેવુ જણાવી ખુબજ હેરાન પરેશાન કરાઈ રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

માલધારી વિકાસ સંગઠને નાયબ કલેક્ટરને પત્ર પાઠવીને જણાવ્યુ છે કે અંજારથી ભુજ જતા મુખ્ય રોડના જમણી તરફ રબારી સમાજના પશુપાલકોના વર્ષો જુના વાડાઓ આવેલા છે. અંજારના રાજકીય આગેવન કાનજીભાઈ કચરાભાઈ સોરઠીયા અને કારોબારી ચેરમેન કેશુભાઈ કચરાભાઈ સોરઠીયા પોતે ભાજપના આગેવાન હોવાનો સતાનો દુરપયોગ કરીને લીઝમાં અપાઈ હોવાના ખોટા દાવા કરીને દબાણ કરવા માંગે છે. પત્રમાં સમાજે જણાવ્યુ છે કે જો લીઝની જગ્યા હોય તો ખનીજ વિભાગ સહિત અધિકારીઓ પંચનામુ કરીને ખુલ્લી કરાવે તેમા પશુ પાલકોને વાંધો નથી પરંતુ ભુ માફીયાઓ દ્વારા બાંધકામ ન થાય તે જરુરી છે. માલધારી સમાજે કોઇ પાકુ બાંધકામ આટલા વર્ષોમાં જમીન પર કર્યુ નથી.

X
Gandhidham - સરકારી રાહે ખાલી કરાવો તો વાંધો નથી પણ ભુમાફીયાઓ તો નહિ ચાલે!
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App