Divya Bhaskar

Home » Kutchh » Gandhidham » Gandhidham - માલેતુજાર વેપારીને પોલીસે જેલ હવાલે કર્યો

માલેતુજાર વેપારીને પોલીસે જેલ હવાલે કર્યો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:21 AM

ગાંધીધામ દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટનો સ્ટે હટ્યો લગ્નની લાલચ આપી અનેકવાર આચર્યું હતું દુષ્કર્મ

  • Gandhidham - માલેતુજાર વેપારીને પોલીસે જેલ હવાલે કર્યો
    ઔદ્યોગિક નગરી ગાંધીધામના માલેતુજાર અગ્રણી વેપારી વિરૂધ્ધ લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચરી છોડી દેવાની ફરીયાદ ભોગ બનનાર યુવતીએ પોલીસમાં કર્યા બાદ આ માલેતુજાર વેપારીએ હાઇકોર્ટમાંથી આ ફરીયાદ ખોટી છે તેવું જણાવી સ્ટે લીધો હતો જેમાં પોલીસ પાસે પુરતા પુરાવા હોવાને કારણે આ સ્ટે કોર્ટે હટાવી લેતાં એ-ડિવિઝન પોલીસે અમદાવાદ સ્થાનિક પોલીસની મદદથી આ વેપારીને પકડી કોર્ટમાં રજુ કર્યો હતો કોર્ટે રીમાન્ડ મંજુર ન કરતાં આ વેપારીને હાલ જેલહવાલે કરી દેવામાં આવ્યા છે.

    આ કેસની વીગતો જોઇએ તો ગાંધીધામ ખાતે રહેતા અને અનેક વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા હેમંત વિશનજી ઠક્કર ગાંધીધામની યુવતીના સંપર્કમાં વર્ષ-2013 મા઼ આવ્યા હતા અને ત્યારબાદ બે વર્ષ ચાલેલા આ સંધો બાદ હેમંત વિરૂધ્ધ ગાંધીધામની પીડિતાએ લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ એડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.આ માલેતુજાર વેપારીએ આ ફરિયાદ ખોટી છે તેવું જણાવી સ્ટે લીધો હતો પરંતુ હાઇકોર્ટે સ્ટે હટાવી લેતાં એ-ડિવિઝન પોલીસે પીઆઇ ભાવીન સુથારના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને હેમંત ઠક્કર અમદાવાદ હોવાની બાતમીના આધારે શુક્રવારે અમદાવાદ સ્થાનીક પોલીસની મદદથી ઘી-કાંટા રોડ વિસ્તારમાંથી તેને પકડી કોર્ટમાં રીમાન્ડની માગણી સાથે રજુ કર્યો હતો જ્યાં કોર્ટે રીમાન્ડની માંગણી નામંજુર કરતાં દુષ્કર્મના આરોપી માલેતુજાર વેપારીને ગળપાદર જેલના હવાલે કરવામાં આવ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending