તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • Gandhidham પૌરાણીક પરંપરાઓને ન છેડો, સબરીમાલા મુદાના ગાંધીધામમાં પડઘા!

પૌરાણીક પરંપરાઓને ન છેડો, સબરીમાલા મુદાના ગાંધીધામમાં પડઘા!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં સુપ્રીમ કોર્ટૅ સબરીમાલા મંદીરમાં દરેક વયની મહિલાઓને પ્રવેશ માટૅ પરવાનગી આપી દેતા આ અંગે દેશભરમાં ચર્ચાએ જોર પકડ્યુ છે. જેમાં ફેમીનીસ્ટ અને પરંપરાઓને સાંસ્ક્રુતિક દ્રષ્ટીકોણથી જોતો વર્ગ આમને સામને આવી ગયો છે ત્યારે આ મુદાના પડઘા ગાંધીધામમાં પણ જોવા મળ્યા હતા. રવિવારે અયપ્પા પુજા સમીતી દ્વારા પ્રાથના યાત્રા કાઢવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યુ હતુ કે હીન્દુધર્મના પૌરાણીક પરંપરાઓમાં દખલ અંદાજી ન આપવી જોઇએ. આ પ્રકારના નિર્ણયથી ભાવીકોની લાગણી આહત થઈ છે. રેલીમા વિશાળ માત્રામાં મહિલાઓની ઉપસ્થીતી ઉડીને આંખે વળગતી હતિ. સમીતીના પ્રમુખ ડો. મુરલી ધરન સાથે અયપ્પા મંદિરના ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...