તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભચાઉમાં 14 વર્ષની સગીરાના અપહરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉના રેલવે સ્ટેશન રોડ પરથી 14 વર્ષ 10 મહિનાની ઉમરની સગીરાનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ સગીરાના પિતાએ પોલીસમાં નોંધાવી છે. આ બાબતે ભચાઉ પોલીસ મથકના પીએસઓ મહેશ ચાવડાએ ફરિયાદને ટાંકીને વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદીની 14 વર્ષ અને 10 મહીના ઉમરની સગીર વયની દિકરીને રાપરનો કરશન હીરા દેવીપુજક નામનો શખસ રેલવે સ્ટેશન રોડ પરથી ગત મોડી સાંજે 7.30 ના આરસામાં લલચાવી ફોસલાવી બદ ઇરાદે ફરિયાદીના વાલીપણામાંથી તેનું અપહરણ કરી લઇ ગયો છે.પોલીસે આરોપી વિરૂધ્ધ પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...