તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૌતીક આંખો નથી, પણ સમાજના લય સાથે કદમતાલ મીલાવવા સક્ષમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ રાઉન્ડ ટૅબલ દ્વારા સતત બીજા વર્ષે બ્લાઈન્ડ કાર રેલીનું આયોજન કરાયુ હતુ. જેમાં 26.5 કિલોમીટરનો રસ્તો અંધજનોના માર્ગદર્શનથી સહયોગીઓએ કાપ્યો હતો. નેશનલ એસોસીએશન ઓફ બ્લાઈન્ડના સહયોગથી આયોજીત આ કાર્યક્રમનો ઉદેશ્ય વિસ્તારમાં સ્કુલો બનાવવી અને અંધજનોને સમાજની મુળ ધારામાં પ્રવાહિત કરવાનો છે.

રવિવારે સંકુલના 95 નેત્રહિન બ્રેઈલ લીપીમાં સજ્જ ગાંધીધામના રુટના નકશા સાથે કારમાં સહયોગીઓ સાથે સવાર થયા હતા અને તેમના માર્ગદર્શનથી 26.5 કિલોમીટરનો રુટ જે આદિપુર, ગાંધીધામ ટાગોર રોડ થઈને પુર્ણ થયો હતો. ભલે ભૌતીક આંખો ન હોય, પણ આ ખોટ અન્ય ઈંદ્રિયોને વધુ તાકાત પ્રદાન કરે છે અને આજની વ્યવસ્થાઓ વચ્ચે તે સમાજના લય સાથે કદમતાલ મીલાવવા સક્ષમ છે તેવો આત્મવિશ્વાસ નેત્રહિનો વ્યક્ત કર્યો હતો. આયોજકોએ જણાવ્યુ હતુ કે આ આયોજન થકી એકત્ર થયેલા ફંડમાંથી નાની ચીરઈ ખાતે આંગણવાડી અને શાળામાં વધુ ક્લાસરુમોનું નિર્માણ કરાઈ રહ્યુ છે. રેલીને જીએસટી કમીશ્નર પ્રમોદ વસાવે, ચેમ્બર પ્રમુખ દિનેશ ગુપ્તા અને મુકેશ આચાર્યએ ફ્લેગઓફ આપ્યો હતો. જેમાં પ્રથમ ક્રમાંકે આવેલી જોડી નિકુલ નાઈ, મુકેશ સંઘવી, દ્રિતીય ક્રમે અશોક ચાવડા, ડો. નીતીન ઠક્કર અને ર્તુતીય સ્થાને કમલેશ ચૌધરી, સાસ્વત વોરા રહ્યા હતા. આયોજનમાં ગાંધીધામ રાઉન્ડ ટેબલના સભ્યો, ભાગ લેનારાઓના પરીવારજનો ઉપસ્થીત રહ્યા હતા.

તકની અપેક્ષા : તેઓ પણ ઘણા કામ કરી શકે છે, અસંગઠીત ક્ષેત્રે સમાજ અગ્રીમતા આપે!
સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટે અલાયદી અનામત વ્યવસ્થાઓ છે પરંતુ અસંગઠીત ક્ષેત્રમાં ધંધાકીય હરીફાઈના કારણે ઉધોગો, વેપારીઓ સર્વગુણ સંપ્પન્ન ઉમેદવારને શોધતા હોય છે. આ આયોજન થકી સંગઠને બ્લાઈન્ડ મેન તરફ સમાજનું ધ્યાન આકર્ષીને સંદેશ આપવાનો પ્રયાસ કરાયો હતો કે રીસેપ્શનીસ્ટ સહિતના ઘણા કાર્યો સારી રીતે કરી શકે તેમ છે, જેમને તક આપવા સહુએ આગળ આવવુ જોઇએ.

અન્ય સમાચારો પણ છે...