તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિના પાર્કિંગમાં પણ સીસીટીવી ફરજીયાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાતના 12ના ટકોરે માઇકના ભુંગળા બંધ ઃ દરરોજ જમા કરાવવું પડશે રેકોર્ડીંગ

ભાસ્કર ન્યુઝ. ગાંધીધામ
ગાંધીધામમાં નવરાત્રી આયોજકો અને પોલીસ વિભાગ વચ્ચે બેઠકનું આયોજન ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે કરાયુ હતુ. જેમાં કઈ રીતે પરંપરાઓની જાળવણી સાથે નવલા નોરતાનો નાગરીકો આનંદ લઈ શકે અને આયોજકો તેમજ પોલીસ તેમા કઈ રીતે ભુમીકા ભજવી શકે તે વિશે ચર્ચા કરાઈ હતી.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે નવરાત્રી આયોજકો અને પોલીસ વિભાગની યોજાયેલી બેઠકમાં વિવિધ પ્રકારના મુદાઓ ઉઠ્યા હતા. જેમાં સર્વપ્રથમ મંડળના આગેવાન તરીકે હિમ્મતદાન ગઢવીએ પારંપરીક ગરબાઓને પ્રાધ્યાન્ય આપવા વિનંતી કરીને શક્ય બને તો ફિલ્મી ગીતોને સાઈડ કરી સાંસ્ક્રુતિ ગરબાઓ તરફ આગળ વધવા સુચન કર્યુ હતુ. ચેમ્બર પ્રમુખ દિનેશ ગુપ્તાએ સંગીતની ભાષા નથી હોતી પરંતુ તેમા શબ્દ આવે છે ત્યારે તેની પણ ભુમીકા બને છે તેમ જણાવી સાંસ્ક્રુતિક મુલ્યોની મહત્વતા પર ભાર મુક્યો હતો. એ ડીવીઝનના પીઆઈ ભાવીન સુથારે સહુને નિયમો અંગે જાણ કરી પોલીસ અધિકારીઓ અને જે તે વિસ્તારના સ્ટાફના નંબરોનું લીસ્ટ દરેક આયોજકોને આપ્યુ હતુ. તેમણે નવા આયોજકોના પ્રશ્નોના જવાબ આપીને દરેક કોમર્શીયલ નવરાત્રીના આયોજકોએ પાર્કિંગ માટે ફરજીયાત વ્યવસ્થા રાખીને ન માત્ર ચાચર ચોકમાં પરંતુ પાર્કિંગ સ્થળ પર પણ નાઈટ વીઝન વાળા સીસીટીવી કેમરા ગોઠવવા અને ત્યાં જરુરી લાઈટની વ્યવસ્થા પણ રાખવા કહિ, રાત્રીના 12વાગ્યે નવરાત્રી બંધ કરી દેવા જણાવ્યુ હતુ. આ તમામ સીસીટીવીની ફુટૅજની સીડી દરેક આયોજકોએ જે તે પોલીસ મથકોએ સવારના જમા કરાવવાની રહેશે. સાથે લાઈટ જવાની સ્થીતીથી કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટૅ જનરેટર રાખવા, દરેક આયોજકોએ મહિલા હેલ્પલાઈન નંબર દેખાડવા અને તેમના પાસમાં છાપવા, નવરાત્રીમાં જતા સમયે ઘરમાં કોઇ એકાદ સદસ્ય રહે તે મુજબ બહાર જવા, અને છેડતી જેવી ઘટનાઓ ન બને તે માટે રોમીયો સ્કવોર્ડની મહિલા પોલીસ નોરતાના ડ્રેસમાં સજ્જ રહિને લોકો વચ્ચે રહેશે તેમ જણાવ્યુ હતુ, જેનું ઉપસ્થીત સહુએ સ્વાગત કર્યુ હતુ. બી ડીવીઝનના પીઆઈ ડી.વી. રાણાએ પોલીસ સતત પેટ્રોલીંગમાં રહેશે તેમ જણાવી કાયદાઓનું ચુસ્ત રીતે પાલન કરવા જણાવ્યુ હતુ. આદિપુર પીએસઆઈ વીમલ ડાંગરે દરેક આયોજકોએ શિસ્તબદ્ધ સ્વયંસેવકો હોવા જોઇએ તેવુ સુચન કરીને કોઇ વ્યક્તિ દ્વારા અયોગ્ય સ્થીતીનું નિર્માણ કરાય તો તેને પોલીસના હવાલે કરીને મોબલીંચીગ જેવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. આયોજનમાં સંકુલની નવરાત્રિના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સૂચનો કર્યા હતા.

માનવતાનો ધર્મ નિભાવો : ઘાસચારા માટૅ નવરાત્રીમા દાનપેટી રાખવા સુચન
કચ્છને અછતગ્રસ્ત જાહેર કરાયો છે ત્યારે મુકપશુઓના ઘાસચારાના લાભાર્થે દરેક નવરાત્રીમાં એક દાનપેટી રાખવામાં આવે તેવી તેવુ સુચન મોહન ધારશીએ કર્યુ હતુ. જેને સર્વ ઉપસ્થીતોએ આવકારી લીધુ હતુ.

ધંધાકીય ગરબાના આયોજકોએ પુરતો સુરક્ષા બંદોબસ્ત રાખવા પડશે
ખાનગી રાહે થતી દરેક નવરાત્રીના આયોજકોને એ ડિવીઝન પીઆઈ બી.એસ.સુથારે ખાનગી કે પોલીસ દ્વારા માંગણીના આધારે અપાતી સિક્યોરીટી ખાસ રાખવા સુચન કર્યુ હતુ. પરંપરાગત યોજાતા શેરી ગરબાઓનો તેમા સમાવેશ થતો નથી.

રોડ પરનું વાહન ટોઇંગ થશે
નવરાત્રીના રોડ પર પાર્કિંગ વિરુદ્ધ પોલીસ દ્વારા આ વર્ષે પગલા ઉઠાવીને ક્રેન દ્વારા તેને ઉઠાવી જવાશે તેમ પોલીસ સુત્રો જણાવ્યુ હતુ.આ માટૅ પોલીસ સહયોગ માટે ક્રેન નવરાત્રી પહેલા આવી જાય તેવા પ્રયાસો ચાલુમાં હોવાનું ઉમેરી યોગ્ય રીતે પાર્કિંગ કરવા અને મુખ્ય ટ્રાફીક પોઈન્ટ જેવા કે રોટરી સર્કલ, પારખ સર્કલ, રાજવી ફાટક, ઓસ્લો સર્કલ પર વિશેષ ટ્રાફીક પોલીસ તૈનાત કરાશે તેમ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...