તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઇલના વેપારી સામે કોપીરાઇટનો ગુનો નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ચાવલા ચોક ખાતે આવેલી મોબાઇલની દુકાનમાં ટી સિરિઝ વતી કચ્છના પ્રતિનીધીએ બાતમીના આધારે પોલીસને સાથે રાખી ગેરકાયદેસર રીતે ટી-સિરિઝના ફીલ્મી ગીતો ડાઉનલોડ કરતા વેપારી વિરૂધ્ધ કોપી રાઇટ એક્ટના ભંગનો ગુનો દાખલ કરી રૂ.8,260 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બાબતે પીએસઓ જેઠાલાલ બારોટે મીરજાપર ભુજ ખાતે રહેતા અને ટી-સિરિઝ કંપનીના કચ્છના પ્રતિનિધી સંજયસિંહ અનિરૂધ્ધસિંહ ગોહીલની ફરિયાદને ટાંકી વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચાવલા ચોક ખાતે સરદાર પટેલની પ્રતીમા નજીક આવેલી શિવ મોબાઇલ શોપના શંકર ગણેશભાઇ પટેલ ગેરકાયદેસર રીતે કોપીરાઇટ એક્ટના કાયદાનો ભંગ કરી મેમરી કાર્ડમાં ટી-સિરિઝ કંપનીના હક્ક વાળા ફીલ્મી ગીતો ડાઉનલોડ કરવામાં આવે છે તેવી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને રૂ.8,260 ની કિંમતના ઇન્ટેલ કોર આઇ-3 સીપીયુ, 16 જીબીના મેમરી કાર્ડ સહીતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...