તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંડલા પોર્ટ ટ્રસ્ટની બોર્ડ મીટિંગમાં લેવાયો નિર્ણય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટ ટ્રસ્ટની બોર્ડ મીટિંગમાં લેવાયો નિર્ણય


કંડલા પોર્ટ ટ્રસ્ટની બોર્ડ મીટિંગ આજ રોજ બોલાવવામાં આવી હતી. ઇન્ચાર્જ ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન દ્વારા દોઢ વર્ષ અગાઉ આંબેડકર ભવન 500ની કેપેસીટીનું બનાવવાનું હતું તેમાં સુધારો કરવા કરેલા સૂચન પછી બેઠકની ક્ષમતા ડબલ કરીને હજારની કરવાની સાથે 16 કરોડને બદલે હવે 33 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટને તૈયાર કરવામાં આવ્યો છે તેને મંજુરી આપવામાં આવી હતી. મીટિંગમાં એન્યુઅલ એકાઉન્ટની ચર્ચા ચાર મેલ નર્સ, બે તબીબ, કોન્ટ્રાક્ટ બેઝ પર લેવા સહિતના નિર્ણયો લેવાયાની વિગત મળી રહી છે.

પોર્ટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયાની હાજરીમાં યોજાયેલી બેઠકમાં ચીલાચાલુ તુમારને મંજુરી આપી દેવામાં આવી હતી. મહત્વના કહી શકાય તેવા કામોમાં પોર્ટના ગેટ પર રેડીયોલોજીક ડિટેકશન લગાવવા માટે ભારત સરકારની ઇલેક્ટ્રોનીક કોર્પોરેશન ઓફ ઇન્ડીયા કંપનીને કામ આપવામાં આવશે. સ્માર્ટ સિટી અંતર્ગત 2 લાખ સ્કવેર મીટરનો પ્લોટ ઓઇલના પ્રોજેક્ટ માટે આપવાનો નક્કી કરવામાં આવ્યો છે. 136કાચા કામદારોને સામાજીક સુરક્ષાના ભાગરૂપે જુદા જુદા લાભ આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. ચાર મેલ નર્સ, બે ડોક્ટરની કોન્ટ્રાક્ટ બેઝ પર નિમણુંક કરવા માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રેજ્યુઇટી એક્ટમાં થયેલા સુધારા મુજબ પોર્ટના કામદારો માટે 10ના 20 લાખની રકમનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 277 કરોડના ખર્ચે કન્વેરબેલ્ટ જેટી નં.14માં ખાતરના હેન્ડલીંગ માટે લગાવવા સહિતના નિર્ણય લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...