યુવાનના મોતની ઘટના હત્યા અને લૂટમાં ફેરવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારના ભીમાસર નજીકથી તા. 10 જુલાઇના રોજ બપોરે 2.45 વાગ્યના આરસામાં 37 વર્ષના યુવાનનો મૃતદેહ મળ્યા બાદ મૃતક યુવાનના નાનાભાઇએ અંજાર પોલીસમાં હત્યા અને લૂટની ફરીયાદ નોંધાવતાં આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. 10 જુલાઇના રોજ અંજારના ભીમાસર નજીકથી 37 વર્ષીય પ્રતાપસિંહ ઉમેદસિંહ શેખાવતનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં અકસ્માતે મોતની નોંધ થયા બાદ, મુળ રાજસ્થાનના ફતેહપુર,સીકરી ગ઼ડવા ગામમાં રહેતા તેના નાના ભાઇ વિક્રમસિંહ ઉમીદસિંહ શેખાવતે ડોકટરના રીપોર્ટમાં યુવાનનું મોત બોથડ પદાર્થ લાગવાથી થયું છે તેના આધારે અંજાર પોલી મથકે કોઇ અજાણ્યા શખસોએ બોથડ પદાર્થ મારી ભાઇની હત્યા કરી તેની પાસેથી રૂ.1500 ની કિંમતનો મોબાઇલ,રોકડા રૂ.300 સહીત રૂ.1800તેમજ એટીએમ કાર્ડની લૂંટ ચલાવી હોવાની ફરીયાદ નોંધાવતાં આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...