ફ્રી હોલ્ડ સ્કીમ પ્રમાણે સરકાર મહેસુલી દફતરે લેવા તજવીજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ સંકુલની સળગતી સમસ્યાઓમાં ફ્રી હોલ્ડ જમીનનો પ્રશ્ન ટોચમાં રહ્યો છે. કંડલા પોર્ટના ચેરમેનની ગાંધીધામની મુલાકાત વેળા ચેમ્બરના પ્રતિનિધિએ વિવિધ રજૂઆતો કરી હતી. જેમાં ફ્રી હોલ્ડ જમીનના મુદ્દાનો પણ સમાવેશ થાય છે. આ બાબતે ચેરમેને ફ્રી હોલ્ડ સ્કીમ પ્રમાણે ગુજરાત સરકાર તેના મહેસુલી દફતરે લેવા માટે ત્વરિત પગલા લે તે માટે રજૂઆત કરી હોવાની હૈયાધારણા આપી હતી.

દીન દયાળ પોર્ટના ચેરમેન સંજય ભાટીયાની ચેમ્બરના પ્રમુખ બાબુભાઇ હુંબલની આગેવાનીમાં માનદ મંત્રી મુરલીધર જગાણી, પૂર્વ મંત્રી મહેશ તિર્થાણીએ મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળે ચેરમેન ભાટીયાને ત્રણ માસ પહેલા વીડીયો કોન્ફરન્સ દ્વારા જે મુદ્દાઓ અને પ્રશ્નો તરફ ધ્યાન દોરેલું તેની પ્રગતિ વિશે જણાવવા માગણી કરી હતી. આ બાબતે ચેરમેને જણાવ્યું હતું કે, ટ્રાન્સફર ફીનો મુદ્દો બિલકુલ વ્યાજબી છે. હું શિપિંગ મંત્રી સાથે રૂબરૂ વાતચિત કરી ઉકેલ લાવવા પ્રયત્ન કરીશ. ગાંધીધામ સંકુલની ફ્રી હોલ્ડ જમીન સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના મુખ્ય સચિવ સાથે તેમની વિસ્તૃતમાં ચર્ચા થઇ છે. સરકાર તેના મહેસુલી દફતરે લેવા માટે ત્વરિત પગલા લે તે માટે રજૂઆત કરી છે. બાંધકામની મુદ્દત લંબાવવાના મુદ્દે વ્યાજબી માગણી હોવાનું જણાવી આવનાર સમયમાં કોશિષ કરી ઝડપથી ઉકેલ લાવવા પ્રયત્ન કરવા પણ ખાતરી આપી હતી. આ પ્રતિનિધિમંડળ દ્વારા અટકેલા પ્રોજેક્ટ અંગે પણ માહિતગાર કરાયા હતા. જેમાં ઓઇલ જેટી નં.7 અને આરઓબીમાં પર્યાવરણ મંજુરી મળી નથી તેથી આ પ્રકલ્પ વિલંબમાં મુકાયા છે. હાલમાં કેન્દ્ર સરકાર મંજુરી માટે પ્રયત્નશીલ છે. આ સાથે ટુંક સમયમાં મળી જશે. મરીન બીલ માટે અગાઉ સ્થાનીકે સમિતિ બનાવી નિવેડો લાવવા બાદ નિરાકરણ આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...