ગાંધીધામ BSF પાસેથી બે બાળકી મળી, પોલીસે પરીવારને સોંપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના બીએસએફ કેમ્પ પાસેથી બે બાળકીઓ મળી આવી હતી જેને એ-ડીવિઝન પોલીસ મથકે લઇ જવાયા બાદ પોલીસે પ્રાથમીક પુછપરછ કરી બન્ને બાળકીઓને તેના પરીવારને સોંપી હતી. સાવકી માતાએ ભણવા બાબતે આપેલા ઠપકાને કારણે લાગી આવતાં આ બન્ને બાઇકીઓ ઘરેથી નાશી ગઇ હોવાનું બાહર આવ્યો હતું.આ બાબતે પીઆઇ ભાવીન સુથારે વિગતો આપતાં જણાવ્યં હતું કે, બીએસએફ પાસે ઘરેથી નાશી ગયેલી બે બાળાઓને લોકો પોલીસ મથક લઇ આવ્યા હતા જેમાં આ બન્નેમાંથી મોટી બહેને લોકોને સાવકી માતા ત્રાસ આપતી હોવાનું જણાવ્યું હતું અને લોકોએ કરેલી પુછપરછનો વિડિયો પણ વાયરલ થતાં આ વાત અફવા સ્વરુપે ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...