તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DPTના ગરીબ- પછાત કામદારોની માંગ પુરી કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિન દયાલ પોર્ટ ટ્રસ્ટની કચેરીએ આવેલા ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નિગમના ઉપાધ્યક્ષ એલ. મુરૂગનને ડીપીટીના વર્ગ એકના અધીકારી અને ડીપીટી ઓફિસર્સ એસોશીયેસનના મહામંત્રી રવિ મહેશ્વરીએ રૂબરૂમાં સામાજીક અને આર્થિક પછાત વર્ગના કર્મચારીઓની પડતર માગણીઓ તાત્કાલીક સંતોષાય તેવી માંગ સાથે રજુઆત કરી હતી.

આ રજુઆતમાં જણાવ્યા મુજબ, ગાંધીધામ અને આદીપુર તથા કંડલા એક એવો વિસ્તાર છે જેની જમીનનો માલીકી હક્ક ડીપીટી પાસે જ છે, ઉપરાંત લોકઉપયોગી સેવાઓ જેવી કે નગરપાલીકા કચેરી, મામલતદાર કચેરી, શાળાઓ, દવાખાનાઓ, પોલીસ સ્ટેશન, એસટી ડેપો ની પણ માલીકી ડીપીટીની છે ત્યારે દિન દયાળ પોર્ટના બાકી રહેતા શોર અને ડોક વર્કર સહીતના તમામ કર્મચારીઓને રહેણાકના પ્લોટની ફાળવણી થાય, જેમાં આજ સુધી ચોથા વર્ગનાશોર અને ડોક વર્કરને પોર્ટની સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધી વંચીત રખાયા છે, ગુજરાત નગર આયોજન અને શહેરી વિકાસ કાયદો-1976 ની જોગવાઇ મુજબ ડીપીટીની જમીનમાં પણ અનુસૂચિત જાતિ -અનુ.જન જાતિ તેમજ સામાજીક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે રહેઠાણ અને ધંધા ઉદ્યોગ માટે અનામત હોવી જોઇએ, રહેણાકના મકાન માટેની લઘુતમ મર્યાદા 25 સ્ક્વેર મીટરથી વધારીને 50 સ્ક્વેર મીટર અથવા તેથી વધુ કરવામાં આવે, ગાંધીધામ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ભવનનું છેલ્લા એક વર્ષથી અટકી પડેલું નીર્માણ કામ તાત્કાલીક શરૂ થાય તેવી માંગ સાથે લેખિત રજુઆત પણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...