તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃત શ્વાનને લઇ જવા પાલિકાના ઠાગાઠૈયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગર પાલિકામાં મૃત કુતરાને લઇ જવા માટે કમ્પ્લેઇન નોંધાવ્યા બાદ જવાબદાર કામદારો દ્વારા છકડો નથી, જમવા ગયા છે સાંજે આવશે તેવા જવાબો આપી કમ્પલેન નોંધાવનારને ચલકચલાણુ રમાડવામાં આવતા હોવાની રાવ ઉઠી રહી છે.

ગાંધીધામના જુનિકોર્ટ વિસ્તારમાં આવેલી મ્યુનીસીપલ માર્કેટમાં આવેલી ઓફિસ અને દુકાનની સામે એક કુતરૂં મરી જતાં દુકાન ધારકોએ નગરપાલીકામાં કમ્પલેન નોંધાવ્યા બાદ કોઇ ન આવતાં વારંવાર જાણ કરવા છતાં આડા જવાબો સા઼ભળવા મળ્યા હતા.

આ બાબતે અહીં ઓફિસ ધરાવતા નિલેશ શાહે વાત કરતાં જણાવ્યું હતું કે આ મૃતદેહને કારણે વાતાવરણમાં અતિ દુર્ગંધ ફેલાઇ હતી જેને કારણે અહીંથી પસાર થવું પણ અઘરૂં બન્યું હતું તો આખો દિવસ બેસતા લોકોની હાલત કેવી થાય તેમ છતાં પાલીકાના જવાબદાર કામદારોમોડી રાત સુધી ન આવ્યા તે ન જ આવ્યા અને એટલે સુધી કે સાંજે અમે વેપારીઓએ બીજાને મોકલો પૈસા આપી દઇશું એમ કહેવા છતાં પણ આખા ગાંધીધામમા઼ માત્ર એક જ છકડો છે એ આવશે ત્યારે ઉપાડી જઇશું કહી વાત ઉડાડી દીધી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે થોડાક દિવસો પહેલાં આદિપુરના એક વિસ્તારમાં બધાને કરડતા કુતરા બાબતે રજુઆત કરવા ગયેલા રહેવાસીઓને એવો જવાબ મળ્યો હતો કે જીવતાને પકડવાના સાધનો નથી તમે મારી નાખો પછી લઇ જશું,આ બનાવમાં તો મૃત શ્વાનને ઉપાડી જવાનું કહમાં આવ્યું હોવા છતાં પણ ન આવ્યા ત્યારે પાલીકાની આ નીતિ ક્યારે સુધરશે તે આવનારો સમય બતાવશે પરંતુ તંત્રના વાંકે લોકો હેરાન છે તે હકીકત છે.

કલાકોથી પડેલો શ્વાનનો મૃતદેહ
અન્ય સમાચારો પણ છે...