• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • બે કન્ટેનરોમાં અન્ય કોમોડીટીઝ દર્શાવી કરચોરીનો પ્રયાસ કરાયો

બે કન્ટેનરોમાં અન્ય કોમોડીટીઝ દર્શાવી કરચોરીનો પ્રયાસ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત સપ્તાહે બે કન્ટૅનરોને રોકી મીસ ડિક્લેરેશનની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કોમોડીટીઝને અલગ દર્શાવીને કરચોરી આચરી હોવાની બાબત સામે આવવા પામી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે સબંધીત પાર્ટી મુંબઈની છે.

આંતરીક સુત્રોએ જણાવ્યુ હતુ કે ગત સપ્તાહે મીસ ડિક્લેરેશનની માહિતીના સંદર્ભે સાઈડ કરેલા બે કન્ટૅનરોની તપાસ કરાતા તેમા જાહેર કરેલી સામગ્રી સીવાયની પરંતુ સબંધીત સામગ્રી મળી આવી હતી. આ અંગે માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ હતુ કે દરેક વસ્તુ પર અલગ પ્રકારનો કર લાગે છે અને કેટલાક કિસ્સાઓમાં ડ્યુટી ડ્રો બેક, ક્રેડીટ સહિતની પોલીસી પણ ભીન્ન પડે છે. આ પાર્ટી દ્વારા ખરેખર હતી તે કરતા અન્ય પ્રોડક્ટ દર્શાવી ડ્યુટી ડ્રો બેક અને ક્રેડીટનો અયોગ્ય રીતે લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...