• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • મિત્ર સાથે મળી હત્યા કરી લૂટ કરનારો આરોપી મુદ્દામાલ સાથે દબોચી લેવાયો

મિત્ર સાથે મળી હત્યા કરી લૂટ કરનારો આરોપી મુદ્દામાલ સાથે દબોચી લેવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારના ભીમાસર થી વરસાણા રોડની સાઇડમાં બેન્સાની બાજુમાં 12 જુલાઇના બપોરે મળેલી લાશ મળી આવ્યા બાદ મૃતકના ભાઇએ હત્યા અને લૂંટની ફરિયાદ નોંધાવ્યા બાદ પુર્વ કચ્છ એલસીબીના પીઆઇ જે.પી.જાડેજાને મળેલી ચોક્કર બાતમીના આધારે આ હત્યા કરી લુટના બનાવને અંજામ આપનાર ભીમાસરના શખસને પકડી પાડ્યો હતો અને તેની પાસેથી રૂ.1500 ની કિંમતનો મોબાઇલ તેમજ ઘટનાસ્થળેથી બેંકના કાર્ડ કબજે કરી લીધા હતા. આરોપીએ પ્રાથમીક પુછપરછમાં તેણે પોતાના મુન્દ્રામાં રહેતા તેના મિત્ર સાથે મળી ગુનો આચર્યો હોવાની કબુલાત પણ આપી છે.

આ બાબતે પુર્વ કચ્છ એલસીબી પીઆઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભીમાસર નજીક આવેલા બેન્સા પાસેથી અંજાર તાલુકાના ભીમાસર ગામે રહેતા 37 વર્ષીય પ્રતાપસિંહ ઉમીદસિંહ શેખાવતની લાશ મળ્યા બાદ અંજાર પોલીસમાં અકસ્માત મોતની નોંધ થઇ હતી , ત્યાર બાદ તેના નાનાભાઇએ તેના ભાઇની કોઇએ બોથડ પદાર્થ મારી હત્યા નીપજાવી રોકડા રૂ.3,000, રૂ.1500 ની કિંમતનો મોબાઇલ તથા બેંકના એટીએમ કારડની લૂટ ચલાવી હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એલસીબીના પીઆઇ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભીમાસરમાં જ રહેતા શામજી ભારૂ કોલીને પકડી તેની પુછપરછ કરતાં તેણે પોતાના મુન્દ્રા રહેતા તેના મિત્ર ભરત ડાયા કોલીની સાથે મળી કાળા પથ્થર મારી ખૂન કર્યું હોવાની કબુલાત આપી હતી. તેણે મૃતક પ્રતાપસિંહ પાસેથી લૂટ કરેલા રૂ.300 વાપરી નાખ્યા હોવાનું જણાવ્યું હતું, રૂ.1500 ની કીંમતનો મોબાઇલ શામજીના ઘરેથી કબજે કરાયો હતો અને બેંકના કાર્ડ બનાવના સ્થળેથી કબજે કરાયા હતા. વધુ તપાસ માટે આરોપી અંજાર પોલીસને સોંપાયો છે જેમાં ઓળખ પરેડ સહીતની કાર્યવાહી કરાશે. આ કામગીરીમાં પીઆઇ સાથે પીએસઆઇ એમ.કે.ખાંટ, એએસઆઇ લક્ષ્મણભાઇ આહીર, હેડકોન્સ્ટેબલ રાજેન્દ્ર પરમાર,નરશીભાઇ પઢિયાર, પ્રહલાદસિંહ ચુડાસમા, કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા વગેરે જોડાયા હતા.

જપ્ત થયેલી સામગ્રી
અન્ય સમાચારો પણ છે...