તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુનેરી નજીક દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો (ફોટો-19)

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપત તાલુકાના ચાલતા દેશી દારૂના અડ્ડાઓ તેમજ તેના થતા વેચાણ પર પોલીસે લાલ આંખ કરતા મંગળવારે તાલુકાના ગુનેરી ગામ નજીકના દેશી દારૂ બનાવવા ભઠ્ઠી પોલીસે પકડી પાડી હતી દરમિયાન દેશી દારૂ દારૂ બનાવવાના સાધનો સાથે હાથ લાગ્યા હતા જ્યારે આરોપી નાશી ગયો હતો.

દયાપર પોલીસ મથકના પી.એસ.આઇ વાય પી જાડેજાએ જણાવ્યું હતું કે મંગળવારે મોડી સાંજે જ્યારે તેઓ પોતાના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે લખપત તાલુકાના ગુંદરી ગામ નજીક સીમ વિસ્તારમાં આવેલ ચેકડેમ પાસે બાવળોની ઝાડીમાં ગુનેરી ગામના હમીરજી દુજાજી ઉર્ફે બબો જાડેજા દેશી દારૂ બનાવવાનો ધંધો કરે છે, તેવી બાતમી મળતાં પોલીસે દરોડો પાડી ૩૦૦ની કિંમતનો આથો તેમજ સાધનો પકડી પાડ્યા હતા જોકે આરોપી નાસી છૂટયો હતો તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી, નાસી છૂટેલા આરોપી વિરુદ્ધ એએસઆઇ મુકેશ ડાંગીની ફરિયાદ પરથી કાર્યવાહી હાથ ધરી છે. દયાપર પોલીસ મથકના રમેશભાઈ પરમાર મુકેશભાઈ તરાલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પર થોડા દિવસો પૂર્વે જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ઉમરસરખાણ, પુનરાજપુર, પાન્ધ્રો વિસ્તારમાંથી દેશીદારૂની ભઠ્ઠીઓ તેમજ તેનું વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડ્યા હતા. આમ પોલીસે દારૂના ધંધાર્થીઓ પર લાલ આંખ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો

અન્ય સમાચારો પણ છે...