• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Dayapar
  • હાલના મહાનગરો તેમજ શહેરી વિસ્તારોમાં ચાલતી ટ્રાફિક ઝુંબેશ છેક

હાલના મહાનગરો તેમજ શહેરી વિસ્તારોમાં ચાલતી ટ્રાફિક ઝુંબેશ છેક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલના મહાનગરો તેમજ શહેરી વિસ્તારોમાં ચાલતી ટ્રાફિક ઝુંબેશ છેક સરહદી લખપત તાલુકા સુધી પહોંચી હતી. તીર્થધામ ખાતે બસ સ્ટેશન વિસ્તાર તેમજ મઇન બજારમાં ટ્રાફિકને અડચણરૂપ ગેકાયદેસરના દબાણો દુર કરવાની કામગીરી દયાપર પોલીસ દ્રારા કરવામાં આવી હતી. નખત્રાણામાં પણ પોલીસ મથકથી મઇન બજાર સુધીના વિસ્તારોમાં ટ્રાફિકને અવરોધતા દબાણો દુર કરવામાં આવ્યા હતા.

તીર્થધામ માતાનામઢ ખાતે દયાપર પોલીસ મથકના પીએસઆઇ જાડેજા તેમજ સ્ટાફ દ્વારા અહીંના બસટેશન વિસ્તાર તેમજ મંદિર તરફ જતાં માર્ગ પર વેપારીઓ દ્વારા કરવામાં આવે દબાણો દૂર કરવાની કામગીરી કરાઇ હતી તો બીજી તરફ પોતાની દુકાનોની બહાર ઓટલા પર અડીંગો જમાવીને બેઠેલા વેપારીઓ વેપારીઓએ મુકેલા માલ સમાનને પણ તાકિદે દુર કરવા પોલીસ દ્રારા સુચના અપાઇ હતી. જો કે અહિંના વેપારીઓ બુધવાર સવાર સુધી પોતાનો માલ સમાન ખસેડી લેવાની પોલીસને ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અહિં પોલીસ દ્વારા મંદિર તરફ જતા માર્ગ પરથી વેપારીઓના દબાણ દુર કર્યા હતા અને બાદમાં વેપારીઓએ ફરી માલ સમાન ગોઠવી દીધા હતા. નખત્રાણામાં જાહેર માર્ગો પર અવરોધ ઉભો કરતા ટ્રાફિક અડચણરૂપ વાહનો દુર કરાયા હતા અને બ્લેક ફિલ્મો કારમાંથી દુર કરાઇ હતી, તેમજ વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરતા યુવકોને પકડી પાડ્યા હતા. તેમજ પોલીસે શહેરીજનોને ટ્રાફિક નિયમોનું પાલન કરી સહયોગ આપવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...