તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Dayapar
  • Dayapar માત્ર બે દિવસમાં મઢમાં અડધા લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

માત્ર બે દિવસમાં મઢમાં અડધા લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોરતાંની શરૂઆતને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોઇ કચ્છના પ્રસિદ્ધ તીર્થધામ માતાનામઢમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે.

જાગીર ટ્રસ્ટી ખેંગારજી જાડેજાએ જણાવ્યા મુજબ માત્ર બે દિવસમાં જ અડધા લાખથી વધુ લોકોએ માને ચરણે શીશ ઝૂકાવ્યું છે. સરકાર દ્વારા નવરાત્રીમાં વેકેશન જાહેર કરાવાને લીધે અને શનિ-રવિની જાહેર રજાને પરિણામે આંક હજુ તો વધુ ઊંચે જશે. શનિવારે સવારથી મોડી સાંજ સુધી માતાજીના દર્શન માટે લાંબી-લાંબી લાઇનો નજરે પડતી હતી.પદયાત્રીકો અને ખાનગી વાહનોથી આવેલા ભાવિકોને લીધે મઢ નજીકના રસ્તે ઠેર-ઠેર વાહનોની કતારો દેખાતી હતી. રવિવારે તો હજુ વધારે ભાવિકો ઉમટવાની આશા સેવાઇ રહી છે. મઢ ખાતે વધારાનો પોલીસ સ્ટાફ પણ મૂકાયો છે અને ગામમાં ભારે વાહનો માટે પ્રતિબંધ જાહેર કરાયો છે.

ગ્રાહકો જોગ સૂચના
દિવ્ય ભાસ્કરનું લવાજમ આપ જે વિતરક પાસે ભરો તેના નામ નંબર નોંધીને કાચી રસીદ લેવાનું ભુલશો નહી. વ્યવસ્થાપક

અન્ય સમાચારો પણ છે...