• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Dayapar
  • ઘડુલીમાં ટ્રકે એકટીવાને ટકકર મારતાં બે માસુમ બાળકોના મોત

ઘડુલીમાં ટ્રકે એકટીવાને ટકકર મારતાં બે માસુમ બાળકોના મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છી નવા વર્ષ અષાઢીબીજના શનિવારે સવારે લખપત તાલુકાના ઘડુલી ગામ નજીક બનેલા માર્ગ અકસ્માતના બનાવમાં ટ્રકે એકટીવા બાઇકને ઠોકર મારતાં એકટીવા ગાડીમાં દાદા તેમજ પિતા સાથે સવાર બે માસુમ ભુલકાઓના મોત નિપજ્યા હતા. તો બીજી તરફ અકસ્માતને પગલે ઘડુલી ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

કડવા પાટીદાર સમાજના પરેશ કાંતિલાલ પટેલ તેમજ તેમના પિતા કાંતિલાલ કેશરાભાઇ પટેલ પોતાના બે નાના માસમ ભુલકાઓ તીર્થ પરેશભાઇ પટેલ (ઉ.વ.6)તેમજ હેત જગદીશાભાઇ પટેલ (ઉ.વ.3)

...અનુસંધાન પાના નં.9



સાથે ગામ નજીક આવેલા હરદાસબાપા તેમજ પિંજોરાપીરની ધાર્મીક જગ્યાએ કચ્છી નવા વર્ષ નિમિતે પોતાના એકટીવા બાઇક નંબર જી.જે.12 સીકે 4219 દ્રારા દર્શન કરવા માટે જતા હતા ત્યારે ઘડુલીથી લખપત તરફ ઇંટો ભરીને જઇ રહેલ ટ્રક જી.જે.12 એયુ 9467 નંબર વાળીએ એકટીવાને અડફેટે લેતા અકસ્માતસર્જાયો હતો. જેમા કાંતિભાઇને હાથ પગ તેમજ માથામાં સામાન્ય પ્રકારની ઇજાઓ થઇ હતી જ્યારે ફંગોળાઇને હાઇવે માર્ગ પર પડેલા બે માસુમ બાળકો હેત અને તીર્થને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બન્નેને સારવાર મળે તે પૂર્વે મોત આંબિ ગયું હતું. અકસ્માતની જાણ થતાં ઘડુલી ગામના તેમજ દયાપરના લોકો મોટી સંખ્યામાં દયાપર સરકારી દવાખાનામાં દોડી ગયા હતા. ઘડુલીના સરપંચ નીતિનભાઇ પટેલ, દયાપરના સરપંચ ભવાનભાઇ પટેલ, હસમુખભાઇ પટેલ ઉરસભાઇ નોતિયાર, ઘડુલીના ઉપસરપંચ સવાઇલાલ પુરોહિત, હુશેન રાયમા, દિનેશ પટેલ, તુલસીદાસ પટેલ સહિતના પાટીદાર સમાજના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત સર્જયા બાદ ટ્રક ચાલક ગાડી મુકી નાશી ગયો હતો. દયાપર પોલીસે ટ્રક ચાલક વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રકની ટક્કરથી મૃત્યું પામેલા બે માસુમ બાળકો, ઘાયલ થયેલા દાદા અને હોસ્પિટલ બહારની તસવીર.

બે બે માસુમોના મોતથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું
અકસ્માતમાં પટેલ કાંતિલાલ કેશરાભાઇના બે પુત્રો પરેશ તેમજ જગદીશને સંતાનમાં બબ્બે પુત્રો છે. આ બન્ને ભાઇઓના અકસ્માતના બનાવમાં એક-એક પુત્રનું અવશાન થતાં પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ આક્રંદનો માહોલ સર્જાયો હતો. નાના બાળકોના મોતથી ગામમાં ગમગની છવાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...