• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Dayapar
  • ઘડુલીના બે માસૂમોના મોત મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા

ઘડુલીના બે માસૂમોના મોત મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અષાઢી બીજના સવારે ઘડુલી નજીક સ્કૂટરચાલકને ટ્રકે અડફેટે લેતાં સર્જાયેલા ગોઝારા અકસ્માતનો ભોગ બનેલાં બે માસૂમ બાળકોના મોતથી ગામ વચ્ચેથી પસાર થતાં પૂરપાટ વાહનો મુદ્દે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.

બપોરે સરપંચ નિતિન પટેલ, ઉપસરપંચ સવાઇલાલ પુરોહિત, હુસેન રાયમા, તુલસીદાસ પટેલ, કપિલ રૂપારેલ સહિતના અગ્રણીઓ સાથેના 200 જેટલા લોકોના ટોળાંએ હાઇવે પર આડશો મૂકી બેફામ દોડતાં વાહનો પર અંકુશ લગાવવા ચક્કાજામ કર્યો હતો. અગ્રણીઓએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આવા બનાવો અટકાવવા માટે માર્ગ પર બમ્પ બનાવવા માર્ગ અને મકાન વિભાગને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી હોવા છતાં કાંઇ થયું નથી. ઉશ્કેરાયેલા લોકોએ સંબંધિત અધિકારીઓના ફોન લગાવતાં તેમના ફોન સ્વિચ ઓફ આવ્યા હોવાનો આક્ષેપ કરી જેસીબીની મદદથી જાતે જ રસ્તો ખોદી નાખી કામચલાઉ બમ્પ બનાવી નાખ્યા હતા. ચક્કાજામને પગલે વાહનોની કતાર લાગી જતાં દયાપર પોલીસના પીએસઆઇ વાય.પી. જાડેજા અને ટીમ સ્થળ પર ધસી ગઇ હતી અને લોકોને સમજાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...