• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Bhachau
  • ખડીરમાં થયેલો બુલબુલનો જમાવડો નબળાં ચોમાસાંની નિશાની ગણાય?

ખડીરમાં થયેલો બુલબુલનો જમાવડો નબળાં ચોમાસાંની નિશાની ગણાય?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ તાલુકાના ખડીરમાં કલ્યાણપર ગામ વિસ્તારમાં તાજેતરમાં જોવા મળી રહેલાં ‘હડિયા’ એટલે કે બુલબુલના ઝૂંડને લીધે સ્થાનિકના અનુભવીઓ નબળાં ચોમાસાંની ભીતિ સેવી રહ્યા છે.

કલ્યાણપરના રણમલ ભારમલે જણાવ્યા મુજબ છેલ્લી અડધી સદીમાં આવો નજારો કદી જોવા મળ્યો નથી. આ બુલબુલને લોકો ‘દુકાળિયા’ તરીકે સંબોધતા હોવાથી તેની હાજરી નહીંવત વરસાદ તરફ અંગુલીનિર્દેશ કરે છે. થોડા સમય પહેલાં મૂળ ખડીરના મોતીમઘા ભીલે જણાવ્યું હતું કે, અમૂક વનસ્પતિઓના પર્ણ જ્યારે વધારે પડતાં લીલાશ ધારણ કરે ત્યારે વરસાદની ખેંચ વર્તાય.ગામેગામ જ્યારે અષાઢીબીજના શુકન જોવાનો રિવાજ છે ત્યારે ખડીરના ગામોમાં બાળકો ઘરોઘરથી રોટલા માગીને ખેતરપાળદાદાના મંદિરે સાંજે એકઠા કરે. આ રોટલા પછી બાળકોને પ્રસાદ તરીકે વહેંચાય. આ સમયે જો બાળકો પ્રસાદ લેવા માટે પડાપડી કરે તો તેને વરસાદ માટે નબળાં વર્ષ તરીકે જોવાતું અને જો બાળકો શાંત બેસી રહે તો સારા વરસાદની નિશાની ગણાતી ! જો કે, ખેડૂતોથી માંડીને તમામ એવી આશા રાખી રહ્યા છે કે મેઘો માત્ર ખડીરના ‘બુલબુલ’ના ઝૂંડને જોઇને આવવાનું માંડી વાળવાને બદલે સૌ કોઇ સામું જોઇ સચરાચર મહેરબાન થશે.

‘વા વાય છે હાંડી, ભાત કેમ લાવી ગાંડી ω?’
આજની પેઢીના વડવાઓ તો ગામડાં ગામમાં માત્ર પવનની દિશા જોઇને વરસાદ ક્યારે અને કેવો આવશે તેની સચોટ આગાહી કરી શકતા હતા. ખેડૂત ખેતરે કામ કરતો હોય અને પત્ની ભાતું (ભાથું) લાવે એ સમયે જો ઇશાનકોણમાંથી પવન વા’તો હોય તો તે પોતાની પત્નીને ટકોર કરતો કે, ‘વા વાય છે હાંડી, ભાત કેમ લાવી ગાંડી’ અહીં ક્યાંય વાદળાં ન હોવા છતાં માત્ર પવનની દિશા પકડીને ખેડૂત કહે છે કે, થોડીવારમાં જ વરસાદ આવશે, હું ઘરે આવવા નીકળવાનો જ હતો તો તું ભાત (ભાથું) કેમ લાવી ω

અન્ય સમાચારો પણ છે...