કચ્છના ગોઝારા માર્ગ અકસ્માતની ઘટનાઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15 એપ્રીલે ભચાઉના શીકરા પાસે બસ અને ટ્રુેકટર અથડાતાં લગ્નનું મામરું કરી પરત ફરતા પટેલ પરિવારના

10 લોકોના અખાત્રીજના આગલા દિવસે મોત નિપજયા હતા.

14 જાન્યુઆરીના રાજકોટના મોટા ગુંદાળા ગામના 9 યુવાનો સફેદ રણની સહેલગાહ માણી પરત ફરી રહ્યા હતા ત્યારે લોરિયા નજીક તેમની કાર અને બસની ટકકર થતા઼ કારમાં સવાર તમામ 9 યુવાનોના મોત થતાં અરેરાટી ફેલાઇ હતી.

જાન્યુઆરી માસની 28 તારીખે સામખિયાળી પાસે કાર અને ટ્રેઇલરની ટકકરમાં ગાંધીધામના ભાલારા પરિવારના 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

2016ના નવેમ્બરમાં સુરજબારી પાસે માતાનામઢ આવતા ખ઼ભાતના આઠ યાત્રાળુઓ તો ઓગષ્ટ માસમાં રહાડી પાસે કાર પલટતાં રાધનપુરના 4 યુવાનો મોતને ભેટયા હતા. જયારે એપ્રિલ 2016માં બાદરગઢ નજીક જીપ અને ડમ્પરની ટકકરમાં 4 જયારે રવાપર પાસે કાર ઉથલતાં 3 બાળકો સહિત 4 લોકોનો જિવનદીપ બુઝાયોહતો.

જયારે 2015ની સાલમાં ભુજની પાલારા જેલ પાસે ખાનગી બસ અને જીપની ટકકરમાં 4 જયારે સામખિયાળી નજીક કાર ટ્રેઇલરમાં ઘુસી જતાં અંજારના એક એડવોકેટ પરિવારના 5 લોકોના મોત નિપજયા હતા.

અન્ય સમાચારો પણ છે...