તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભચાઉ પાસે છકડા ચાલકે ટ્રક ઉભી રખાવી લૂંટ ચલાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ થી ગાંધીધામ જતા હાઇવે પર ખાલસા હોટલ અને સ્વામિનારાયણ ગુરૂકુળ વચ્ચે ભર બપોરે બે વાગ્યાના આરસામાં એક છકડા ચાલકે ટ્રકને આંતરી ઉભી રખાવી ચાલકના ગળે છરી રાખી રોકડ અને મોબાઇલ તથા દાગીનાની લૂટ ચલાવી હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.

આ બાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ, ભર બપોરે બે વાગ્યાના આરસામાં ખાલસા હોટલ અને સ્વામીનારાયણ ગુરૂકુળની વચ્ચે સર્વિસ રોડ પર જઇ રહેલા જીજે-12-એઝેડ-8117 ન઼બરની ટ્રકને આંતરી એક છકડો રિક્ષાના ચાલકે ટ્રક ચાલકને રોક્યો હતો ત્યારબાદ છકડા ચાલક અને અન્ય એક શખસ નીચે ઉતરી ટ્રક ચાલકની ગરદન પર છરી રાખી ટ્રકમા઼ પડેલા રોકડા રૂ.12,000, મોબાઇલ અને ચાંદીના લોકેટની લૂટ ચલાવી નાસી ગયા હતા બનાવ બાદ તરત જ ટ્રક ચાલક ભચાઉ પોલીસ મથકે ધસી ગયો હતો

...અનુસંધાન પાના નં.11

અને ત્યાં હાજર પીઆઇ અને સ્ટાફને હકીકત જણાવી હતી.હકીકત જાણ્યા બાદ પીઆઇ એસ.જે.ભાટિયા અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દેતાં ગણતરીના કલાકમાં જ લૂંટને અંજામ આપનાર છકડા ચાલકને દબોચી લીધો હતો જ્યારે તેની સાથેનો એક શખસ હાથવેંતમાં છે.આ બાબતે પીઆઇ ભાટીયાએ જણાવ્યું હતું કે, આ બનાવમાં તપાસ ચાલૂ છે એટલે બીજી વિગતો તમામ તપાસ પૂર્ણ થાય ત્યારબાદ આપી શકાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...