તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Bhachau
  • ફંગોળાયેલી કારમાં સવાર અંજારના પરિવારનો ચમત્કારીક બચાવ થયો

ફંગોળાયેલી કારમાં સવાર અંજારના પરિવારનો ચમત્કારીક બચાવ થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ થી ગાંધીધામ જતા નેશનલ હાઇવે પર અણુ શક્તિ કંપની સામેની ગોલાઇ ખતરનાક બની રહી છે બે દિવસમાં જ આઠ કાર પલટી ખાઇ ગઇ હોવાના બનાવ બન્યા બાદ ત્રીજા દીવસે પણ આ જ ગોલાઇ પર રાત્રે 10.30 ના આરસામાં જીજે-12-સીડી-5864 નંબરની વેગનઆર કાર પલટી મારી જઇને રોંગ સાઇડમાં ફંગોળાઇ હતી.જાણવા મળતી વિગતો મુજબ આ કારમાં અંજારનો પરિવાર જઇ રહ્યો હતો જેને સદ્દભાગ્યે કાર આટલી ફંગોળાઇ હોવા છતાં પણ હળવી ઇજાઓ જ થવા પામી હતી આ બનાવ ભચાઉ પોલીસ મથકે પણ નોંધાયો ન હતો.

ત્રણ દીવસમાં આ ગોલાઇ પર ઓવરલોડ મીઠું ભરીને જતી સંખ્યા બંધ ખુલ્લી ટ્રકોમાંથી મીઠું ઢોળાઇ જવાથી અને આ ગોલાઇ પાસે આવેલી કંપનીમાં કેમીકલ લઇને જતી ગાડીઓમાંથી કેમીકલ ઢોવાઇ જતું હોવાથી આ ગોલાઇ પર આ અકસ્માતો બની રહ્યા છે તેવું આ અકસ્માતોનો ભોગ બની ગયેલા કારના ચાલકો તેમજ જાણકાર વર્તુળમાંથી જાણવા મળ્યું છે ત્યારે આ બાબતે તંત્ર જાણે જીવલેણ અકસ્માત થવાની રાહ જોઇ રહી હોય તેમ કોઇ પગલાં લેતું નથી જે મોટો અક્સમાત સર્જી શકે છે.

અન્ય સમાચારો પણ છે...