તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોહાણા મહાજન દ્વારા 24મો નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : ભચાઉ શહેર અને તાલુકા વિસ્તારના આંખના દર્દીઓ માટે વિનામુલ્યે મોતીયાના ઓપરેશનો કરી આપવા માટે લોહાણા મહાજન દ્વારા 24મો નેત્રયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો હતો. લોહાણા મહાજન અને યુવક મંડળ દ્વારા યોજાતાના આ કેમ્પના મુખ્ય દાતા ગુલાબબેન ભીમજી ગોપાલજી મહેતા પરીવારના સરદભાઇ મહેતા રહ્યા હતા તો માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ઉમીયાશંકર જોષી, અશોકસિંહ ઝાલા, અરજણભાઇ રબારી, ભરતભાઇ ઠક્કર, અશ્વિનભાઇ ઠક્કર અને યુવક મંડળના યુવાનો હાજર રહ્યા હતા. કેમ્પ ખાતે તપાસ યોજી જરૂરીયાતમંદ દર્દીઓને રાજકોટની હોસ્પિટલમાં ફ્રી ઓપરેશન કરી અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...