તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિકારપુર પાસે વન વિભાગે 170 બોરી કોલસો પકડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ તાલુકાના શિકારપુર નેશનલ હાઇવે પર વન વિભાગે ગેરકાયદે 170 બોરી કોલસો લઇને જતો ટેમ્પો પકડી પાડ્યો હતો. ટેમ્પોના ડ્રાઇવર સહિત બેની અટક કરવા સાથે 5 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

રાષ્ટ્રીય ધોરી માગે પર પસાર થઇ રહેલા ટેમ્પો નં. જીજે-18 એટી 9610નો વન વિભાગની ટીમે પીછો કરીને રોક્યો હતો જેમાંથી પાસ પરમિટ વિનાનો 170 બોરી કોલસો પકડી પાડવામાં આવ્યો હતો. વાહન ચાલક વોંધના રહેવાસી અશરફ જુસબ સમેજા અને જંગીના કાના રાજા ડાંગરની અટકાયત કરાઇ હતી.

નાયબ વન રક્ષક પ્રવીણસિંહ વિહોલના માર્ગદર્શન તળે કરાયેલી કાર્યવાહીમાં આરએફઓ ગણપત પટેલ, ખીમજી કોલી, નારણ કોલી, દિનેશ ગોજીયા, લક્ષ્મણ જોગલ, ભાવેશ ચાવડા, વના ભરવાડ, રમજુ જુસબ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...