ભચાઉમાં આજથી પાલિકા દ્વારા સ્વચ્છતા સપ્તાહ ઉજવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાં પાલિકા દ્વારા આજે તા. 5થી વિશ્વ પર્યાવરણ દિનની સાથે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરાશે જેમાં વેપારીઓ માટે સેમિનાર, વૃક્ષારોપણ, જાહેર સ્થળોની સફાઇ સહિતના કાર્યક્રમો યોજાશે.

અભિયાનના આરંભે આજે મંગળવારે લોકો પર્યાવરણની જાળવણી કરે તે હેતુથી સાઇકલનો વધુને વધુ ઉપયોગ કરે તેવા આશય સાથે સવારે સાઇકલ રેલી બાદ પ્રવેશ દ્વારો આસપાસ સફાઇ ઝુંબેશ આદરાશે. બીજા દિવસે બુધવારે વેપારીઓને સાથે રાખીને જાહેર સ્થળોની સાથે રામસંગજી દાદાની સફાઇ કરાશે. ત્રીજા દિવસે ફેરિયાઓ માટે પ્લાસ્ટિક છોડોના વિષય સાથે સેમિનાર યોજાશે.

તા. 8/6ના ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ વિશે સેમિનાર, તા. 9ના ધાર્મિક સ્થળો તેમજ શોપિંગ સેન્ટરો પર સફાઇ અભિયાન, તા. 10ના સેનિટેશન શાખાના કર્મચારીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું છે. સપ્તાહના અંતિમ દિને તા. 11ના વૃક્ષારોપણ, ચકલીઘર અને કૂંડા વિતરણ, પ્લાસ્ટિક ન વાપરનારા વેપારીઓનું સન્માન કરાશે. નગર પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરત પટેલ, એસ. ડી. ઝાલા તેમજ સુધરાઇના કર્મચારીઓ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...