• Home
  • Kutchh
  • Bhachau
  • Bhachau - પર્યાવરણ એ જ પરમાત્મા ભચાઉમાં વૃક્ષને જ ‘વિનાયક’ બનાવીને પૂજા-અર્ચના!

પર્યાવરણ એ જ પરમાત્મા ભચાઉમાં વૃક્ષને જ ‘વિનાયક’ બનાવીને પૂજા-અર્ચના!

પાલિકાના પટાંગણમાં રોજ આરતી થાય છે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:05 AM
Bhachau - પર્યાવરણ એ જ પરમાત્મા 
 ભચાઉમાં વૃક્ષને જ ‘વિનાયક’ બનાવીને પૂજા-અર્ચના!
ધાર્મિક માન્યતાઓ મુજબ સૃષ્ટિના કણકણમાં ભગવાનનો વાસ છે છતાં માણસજાત દ્વારા પર્યાવરણનું બેફામ દોહન આજે સૌથી મોટી સમસ્યા બન્યું છે. વધુને વધુ લોકો પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બને તેવા હેતુથી ભચાઉ પાલિકા દ્વારા એક નવતર પ્રયોગ કરાયો છે.

ગણેશોત્સવ દરમિયાન લોકો મોટેભાગે પીઓપીની મૂર્તિઓ બનાવી તેમનું સ્થાપન કરે છે પણ વિસર્જન વખતે તેમની અવદશા જોતાં લાગણીને ઠેસ પહોંચે છે. ભચાઉ પાલિકાના પદાધિકારીઓ દ્વારા કચેરીના પટાંગણમાં એક લીમડાના થડને ગજાનન જેવા આકારને લીધે ગણેશજીનું સ્વરૂપ આપી તેના પૂજન-અર્ચન કરાય છે. લોકો પણ આ નવતર વિઘ્નહર્તાના પૂજનમાં બહોળી સંખ્યામાં જોડાઇ રહ્યા છે.

આ પૂજનમાં પ્રમુખ કુલદિપસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ ઋત્વિક પટેલ, સાંસદ વિનોદ ચાવડા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. શાસ્ત્રોક્ત વિધિપૂજન અવિનાશ શાસ્ત્રી અને હરેશ મા’રાજ કરાવી રહ્યા છે.

X
Bhachau - પર્યાવરણ એ જ પરમાત્મા 
 ભચાઉમાં વૃક્ષને જ ‘વિનાયક’ બનાવીને પૂજા-અર્ચના!
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App