તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Bhachau
  • Bhachau ગોચરી વ્હોરીને આવતા જૈન સાધ્વીના ગળા પર છરો ફેરવી બાઈકસવારો ફરાર

ગોચરી વ્હોરીને આવતા જૈન સાધ્વીના ગળા પર છરો ફેરવી બાઈકસવારો ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાં રવિવારે સાંજે સ્થાનકવાસી જૈન સાધ્વી પર બાઇક પર આવેલા ત્રણ શખસોએ છરીથી હુમલો કરતાં જૈન સમાજમાં ખળભળાટ મચ્યો છે.

ભચાઉના માંડવીવાસ વિસ્તારમાં આવેલા જૈન મહાસતી નમસ્તુતિ સાધ્વી મહારાજસાહેબ સાંજે 5.30 વાગ્યાના આરસામાં જૈન શ્રાવકના ઘરોમાંથી ગોચરી વહોરાવી આવી રહ્યા હતા ત્યારે એક બાઇક પર ખુલ્લા મોઢે આવેલા ત્રણ શખસોમાંથી બે જણાએ એકાએક છરી વડે હુમલો કર્યો હતો, જેમાં તેમને ગળાના ભાગે તેમજ બન્ને હાથના ભાગે ઇજાઓ પહોંચાડી પલાયન થઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં પ્રથમ સ્થાનમાંથી તેમજ આસપાસના વિસ્તારોમાંથી જૈન શ્રાવકો દોડી આવ્યા હતા અને સાધ્વીજીને હોસ્પીટલ ખસેડવા તજવીજ કરી હતી. જોકે, સાધ્વીજી પગપાળા જ વાગડ વેલ્ફેર હોસ્પીટલ પહોંચ્યા હતા અને સારવાર લીધી હતી. આ બનાવની જાણ થતાં વિહિપના પુર્વ કચ્છ અધ્યક્ષ અવિનાશ જોશી, મહેશ સોની, અરજણ રબારી, અશોકસિંહ ઝાલા, વનરાજસિંહ જાડેજા, જૈન સમાજના અગ્રણીઓ હિંમત મહેતા, કીર્તિ દોશી, છગન ગાલા તેમજ ભચાઉના વેપારીઓ અને વિવિધ જ્ઞાતિના આગેવાનો હોસ્પીટલ ધસી ગયા હતા.

પાલિકાને હવે ભાન થયું : શહેરમાં 30 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા 1 માસમાં જ લગાવાશે
જૈન સાધ્વી પર થયેલા હુમલાની ઘટનાના પગલે પાલિકા તંત્ર પણ સફાળું જાગ્યું છે. આખા શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ તથા જાહેર રસ્તાઓ, શૈક્ષણિક સંસ્થાનો સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવાશે. અંદાજીત 30 લાખના ખર્ચે આ કેમેરાનું કામ એક મહિનામાં જ પુરૂં કરી દેવાશે તેમ પાલિકા પ્રમુખ કુલદિપસિંહ જાડેજાએ કહ્યું હતું.

આજે ભચાઉ, સામખીયાળી, લાકડિયામાં જૈનો બંધ પાળશે મુંબઈથી જૈન શ્રેષ્ઠીઓ ભચાઉ આવવા નીકળી ગયા
જૈન સાધ્વી પર હુમલાના જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પરિણામે સોમવારે ભચાઉ, સામખીયાળી અને લાકડિયાના જૈન વેપારીઓ પોતાના વેપાર-ધંધા બંધ રાખીને આ હુમલાનો વિરોધ નોંધાવશે. આ ઉપરાંત ભચાઉમાં બનેલી આ ઘટનાથી મુંબઈના જૈન શ્રેષ્ઠીઓ પણ હેબતાઈ ગયા છે અને તેઓ પણ રાત્રે જ ભચાઉ આવવા રવાના થઈ ગયા છે. દરમિયાન મુસ્લિમ સમાજે પણ આ હુમલાને વખોડી કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...