• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Anjar
  • અંજાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો

અંજાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરતા બે શિક્ષકો નું સન્માન કરવામા આવ્યું હતું. મુખ્ય વકતા ત્રિકમભાઇ છાંગાએ ગુરુશિષ્ય પરંપરાને વર્ણવી વર્તમાન સમયમા રાષ્ટ્રના પડકારો અને તેમા શિક્ષકની ભુમિકાની સમજ આપી હતી.મહંતકિર્તિદાસજી એ આશિર્વચન પાઠવતતા જણાવ્યુ હતુ કે શિક્ષક જ્ઞાન નો પુંજ છે તે પ્રકાશિત હશે તો તે શિષ્યને પ્રકાશિત કરશે. સન્માનિત શિક્ષકો વિરલભાઇ પાદરાઇ(મીઠા પસવારિયા પ્રા. શાળા) અને કુસુમબેન હડિયા( શાળા નં ૭)ને શ્રીફળ,સન્માન પત્ર અને શાલ દ્વારા બહુમાન કરાયું હતું. આ પ્રસંગે નારણભાઇ ગઢવી, શામજીભાઇ વરચંદ,હેમંતભાઇ જોષી,મેઘનાથભાઇ નાથબાવા,કાંતિભાઇ રોઝ, જખરાભાઇ કેરાશિયા, સંજયભાઇ બલદાણિયા, શિતલબેન શાહ,અમરાભાઇ રબારી, વિશાલભાઇ પટેલ, હસમુખભાઇ પરમાર, હિરેનભાઇ પંચાલ સહિત શિક્ષકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...