તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અાજનો ઈતિહાસ | પ્રો. અરુણ વાઘેલા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે ગુજરાતી સાહિત્યના નીવડેલા સંશોધક અને વિવેચક ભૃગુરાય દુર્લભજી અંજારિયાનો જન્મદિવસ છે. તેમનો જન્મ રાજકોટમાં થયો હતો પણ પિતા જામનગરમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હોવાથી પ્રાથમિક શિક્ષણ ત્યાં લીધું હતું, ભૃગુરાયે મેટ્રિકની પરીક્ષા રાજકોટથી પસાર કરી હતી. 1935 માં ભાવનગરની શામળદાસ કોલેજમાંથી ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે સ્નાતકની પદવી હાંસલ કરી હતી, એજ વિષયો સાથે અનુસ્નાતક અભ્યાસ માટે મુંબઈ યુનિ.માં જોડાયા હતા પણ અધૂરો છોડવો પડ્યો હતો. વચ્ચે જેતપુરમાં રાષ્ટ્રસેવાના કાર્યમાં પણ પરોવાયા હતા. મુંબઈ નિવાસ દરમિયાન ચિલ્ડ્રન એકેડેમી અને ફાર્બસ ગુજરાતી સભા સાથે સંકળાયા હતા. ફાર્બસ ગુજરાતી સભાના મંત્રી અને ત્રૈમાસિકના સંપાદક તરીકે સ્તુત્ય કામગીરી અદા કરી હતી. ભૃગુરાય અંજારિયાએ જીવનભર સાહિત્ય પદાર્થનું સેવન કરતા સ્વાધ્યાય-સંશોધનો કર્યા પણ પોતાની હયાતીમાં પુસ્તક પ્રગટ કર્યું ન હતું. 7 જુલાઈ 1980 ના રોજ તેમનું અવસાન થયું તે પછી-કાન્ત વિષે,-કલાન્ત કવિ અને બીજા વિષે-, રેષા એ રેષા એ ભરી જ્ઞાનઝંખા- જેવા તેમના મરણોત્તર પ્રકાશનો થયા છે.

અન્ય સમાચારો પણ છે...