તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંત્રીના મત વિસ્તારની અંજાર નગર પાલિકા ફંડનો અભાવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજાર નગરપાલીકા દ્વારા શહેરમાં સીસીટીવી લગાવવામાં આવશે તેવી પ્રમુખે ચાર્જ સંભાળ્યા પછી જાહેરાત કરી હતી પરંતુ તે જાહેરાત હજી સુધી કાગળ પરજ રહી છે. આ ઉપરાંત અન્ય વિકાસ કામો પણ દેખાવ કરવા ખાતર થઈ રહ્યા છે, જેની ગતી પણ ધીમી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. થોડા સમય પહેલા જ ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન અંજાર નગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પણ ગ્રાન્ટના અભાવના કારણે કોઈ નવા વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા ન હતા. ત્યારે મોટા ઉપાડે કરવામાં આવેલી સીસીટીવી લગાવવાની વાતો જાણે હવામાં જ લટકતી રહી ગઈ હોય તેવી લાગી રહી છે.

અંજાર તાલુકામાં હાલે ધારાસભ્યની ગ્રાન્ટ, સરકારી વિવિધ ખાતાઓ માંથી મંજુર થયેલી ગ્રાન્ટમાંથી અનેક વિકાસના કામો થઈ પણ રહ્યા છે ત્યારે માત્ર અંજાર નગર પાલિકામાં જ ગ્રાન્ટનો તોટો શા માટે આવ્યો છે તે પ્રશ્ન ઉભો થાય છે. નગર પાલિકાના સી.ઓ. સંજય પટેલ આ તમામ વાતોને સ્વીકારતા નથી અને સીસીટીવી લગાવવાનું કામ નક્કી થઈ ગયું છે અને ટુક સમયમાં આ માટે ટેન્ડરિંગ કરવામાં આવશે તેવું જણાવ્યું છે. તા. 15-06-18ના અંજાર નગર પાલિકાના પ્રમુખ રાજેશ પલણ દ્વારા પ્રમુખ તરીકેનો ચાર્જ સાંભળતાની સાથે જ શહેરના ખૂણે ખૂણે સીસીટીવી લગાવવામાં આવશે તેવી મોટા ઉપાડે વાત કરવામાં આવી હતી. જેથી શહેરનો સર્વે કરી કઈ કઈ જગ્યાએ સીસીટીવી લગાવવા તે નક્કી પણ કરવામાં આવ્યું હતું. આ માટેના ક્વોટેશન પણ મંગાવી લેવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ વાતો કોઈપણ કારણોસર હવાઈ જતા હજુ સુધી શહેરમાં સીસીટીવી ન લાગતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

કઇ ગ્રાન્ટમાંથી રૂપિયા ઉપાડવા તે નક્કી કરવાનું છેઃ રાજેશ પલણ, પ્રમુખ
નગરપાલિકાના પ્રમુખ રાજેશ પલણે જણાવ્યું હતું કે અમે સીસીટીવી લગાવવા માટે જેટલું ધાર્યું હતું તેથી બમણુ બજેટ આવ્યું છે. જેથી નાણાંપંચની ગ્રાન્ટ માંથી કે અન્ય આવેલ ગ્રાન્ટની બચત માંથી અથવાતો સ્વભંડોળ માંથી કામ કરાવવું એ નક્કી કર્યા બાદ ટેન્ડરિંગ કરવામાં આવશે. હાલે પાલિકા પાસે ગ્રાન્ટ તો છે જ જેથી ગ્રાન્ટના અભાવના કારણે સીસીટીવીનું કામ નથી અટક્યું.

મંત્રી અંજાર નગરપાલિકાના વહીવટથી રિસાયા છે કે શું?
તા. 15-12-15 થી અંજાર નગરપાલિકાની નવી વરાયેલી બોડીમાં ચાલતા જુથવાદના કારણે અંજાર નગરપાલિકા સમગ્ર કચ્છમાં ચર્ચાનો વિષય બની હતી. ઉપરાંત મંત્રી વાસણભાઇ આહીરના મત વિસ્તારની અંજાર નગરપાલિકા હોવાના કારણે ચર્ચાઓએ વધુ જોર પકડ્યું હતું.

તાલુકામાં તો વિકાસના કામો કરવા ગ્રાન્ટ આવી પરંતુ પાલિકામાં તોટૉ?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો