તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાળવણીના અભાવે ભેંકાર ભાસતા આંતરિક માર્ગોનો ઉપયોગ જરૂરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ આદિપુરનો મુખ્ય ટ્રાફીક ટાગોર રોડ થકી વહન થાય છે ત્યારે વધેલા ટ્રાફીકની સમસ્યાને હળવી કરવા સુંદરપુરી, રામબાગ રોડનું નવીનીકરણ પણ કરાયું હતુ. પરંતુ સાથે જો મોટા પ્રમાણમાં પહેલાથીજ બનેલા આંતરીક માર્ગોનો ઉપયોગ કરાય તો ન માત્રા ટ્રાફીક સમસ્યાને હલ કરી શકાય પરંતુ તે સ્થળોએ અવાર નવાર અસામાજીક પ્રવુતિ માટે ઉપયોગમાં કરાઈ રહ્યાની સ્થિતી પર પણ કાબુ આવી શકસે. આદિપુર અને ગાંધીધામ વચ્ચે આવેલા આંતરીક માર્ગો પર મલબો અને કચરો નાખી દેવામાં આવતા હોવાથી અહિથી લોકો આવન જાવન કરવાનું પસંદ નથી કરતા તો અવાવરુ પડતા વિસ્તારનો લાભ અસામાજીક તત્વો બદીઓ ફેલાવામાં કરતા હોવાનો સુર પણ અગાઉ ઉઠવા પામ્યો છે. પ્રશાસન પ્લોટ ધારકો પાસે બાવળો કપાવે અને પ્લોટની સફાઈ રખાવે તેવી માંગ વારંવાર ઉઠતી રહિ છે,પરંતુ તંત્ર દ્વારા નક્કર પગલા લેવાયા નથી. બીજી તરફ લોકો સાથે આ અને આ સાથેના વિવિધ મુદાઓ અંગે સંવાદીતા સ્થાપીત કરવામાં આગેવાનો નિષ્ફળ સાબીત થઈ રહ્યાનો સુર પણ ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...